For Daily Alerts
દેવઘર ભાગદોડ: 11ના મોત, 60 ઇજાગ્રસ્ત, જુઓ ભયાનક વીડિયો
[વીડિયો] મંદિરોમાં દોડધામની અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. ઝારખંડના દેવઘરમાં દોડધામના કારણે 11 કાવડિયોના મોત થઇ ગયા છે અને 50થી વધારે કાવડિયાઓ ઘાયલ થઇ ગયા છે. ભાગદોડ બાબાધામ મંદિરમાં લગભગ બે કિલોમીટર દુર બેલાબગાન મંદિરની પાસે થઇ હતી. જેમાં આ ઘટના સર્જાઇ હતી.
શ્રાવણના મહિનામાં આખા 30 દિવસ બાબાધામ મંદિરમાં ભગવાન શિવને જળ અર્પણ કરવા માટે ઝારખંડ-બિહાર સહિત દેશના ઘણા રાજ્યોથી હજારો ભક્તો કાંવડ લઇને આવે છે. સોમવારે ભક્તોની સંખ્યા લાખોમાં હોય છે. 2012માં પણ અહી દોડધામ મચી હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 30 લોકો ઘાયલ થઇ ગયા હતા. તે સમયે પણ દુર્ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ જ બની હતી.
ઘટનાને જુઓ વીડિયોમાં...