For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસ્ટીવલ સિઝનમાં વધુ ભાડુ નહિ વસૂલી શકે એરલાઈન્સ, આકરી બની સરકાર

સંસદની સ્ટેન્ડીંગ કમિટીએ ખાનગી વિમાન કંપનીઓ દ્વારા તહેવારના સમયે ભાડુ વસૂલવા અને મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવા પર વિમાન કંપનીઓ સામે કડક પગલાં લેવાની ભલામણ કરી છે.

|
Google Oneindia Gujarati News

સંસદની સ્ટેન્ડીંગ કમિટીએ ખાનગી વિમાન કંપનીઓ દ્વારા તહેવારના સમયે મુસાફરો પાસેથી ભાડુ વસૂલવા અને મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવા પર ચિંતા વ્યક્ત કરીને સરકારને વિમાન કંપનીઓ સામે કડક પગલાં લેવાની ભલામણ કરી છે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ સંબંધિત સંસદીય સ્ટેન્ડીંગ કમિટીએ હાલમાં જ સંસદમાં રિપોર્ટ રજૂ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સરકારના આ પગલાં બાદ વહેલી તકે એર ટિકિટના કેન્સલેશન પર 50 ટકાથી વધુની ફી નહિ લાગે.

અમુક એરલાઈન કંપનીઓ 8-10 ગણુ વધુ વસૂલ કરે છે

અમુક એરલાઈન કંપનીઓ 8-10 ગણુ વધુ વસૂલ કરે છે

સંસદની પરિવહન, પર્યટન તથા સંસ્કૃતિ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડેરેક ઓ'બ્રાયને કહ્યુ છે, તહેવારો દરમિયાન એરલાન કંપનીઓ 8-10 ગણુ વધુ વસૂલે છે. અમારા મંત્રાલય દ્વારા એરલાન કંપનીઓને કડક સંદેશ છે કે આ રીતના ભાડાની અનુમતિ આપવામાં નહિ આવે. ડેરેક ઓ'બ્રાયને કહ્યુ, સમિતિએ ભલામણ કરી છે કે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના 50 ટકાથી વધુ ન હોઈ શકે. આ સાથે તેમણે જણાવ્યુ કે એરલાઈન્સ કંપનીઓને કહેવામાં આવ્યુ છે કે મુસાફરો પાસેથી લેવાયેલ ટેક્સ અને ફ્યુલ ચાર્જ સરચાર્જ પણ તેમને પાછો આપવામાં આવે. તેમણે કહ્યુ કે એરલાઈન્સ તરફથી મુસાફરો પર વધુ બોજ નાખવામાં આવી રહ્યો છે. આ ઘણો વધુ છે.

એર ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ સૌથી સારુ

એર ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ સૌથી સારુ

ડેરેક ઓ'બ્રાયનની અધ્યક્ષતાવાળી સમિતિએ આ મામલે ખાનગી વિમાન કંપની ઈન્ડિગોની સર્વાધિક ફરિયાદોનો હવાલો આપતા કહ્યુ કે સમિતિએ બધી કંપનીઓને ટિકિટ પ્રણાસી અને યાત્રી સુવિધા સાથે જોડાયેલ વિવરણ રજૂ કરવા માટે પણ કહ્યુ છે. ઈન્ડિગોનું વલણ યાત્રી હિતેચ્છુ નથી. તેમણે ઘણી ફરિયાદો છતાં પ્રતિક્રિયા આપી નથી. ઈન્ડિગોએ 1-2 કિલો વધુ વજન માટે પણ શુલ્ક વસૂલ્યુ છે. તેમણે કહ્યુ કે આ મામલે સાર્વજનિક ક્ષેત્રની વિમાન કંપની એરઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ સૌથી સારુ જોવા મળ્યુ.

પર્યટન મામલે લદ્દાખ ક્ષેત્રની અનદેખી

પર્યટન મામલે લદ્દાખ ક્ષેત્રની અનદેખી

ડેરેક ઓ'બ્રાયને જણાવ્યુ કે સમિતિએ પર્યટન મામલે જમ્મુ કાશ્મીરમાં પણ હવાઈ મુસાફરોની આ પ્રકારની ફરિયાદો સામે આવી. સમિતિએ પર્યટન મામલે લદ્દાખ ક્ષેત્રની અનદેખી કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ પૂર્વોત્તર રાજ્યોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા પર જોર આપતા કહ્યુ કે સરકાર જો પર્યટન યોજનાઓમાં માત્ર જાહેરાતો પર જ ખર્ચ કરશે તો ઈચ્છિત પરિણામ મેળવી નહિ શકે. જાહેરાત જરૂરી છે પરંતુ માત્ર જાહેરાત પર ખર્ચ કરવો અયોગ્ય છે.

આ પણ વાંચોઃ 'લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમી રહ્યા છે મોદી-મમતા, તેમને ઉખાડી ફેંકીશુ'આ પણ વાંચોઃ 'લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમી રહ્યા છે મોદી-મમતા, તેમને ઉખાડી ફેંકીશુ'

English summary
Derek O'Brien says During festivals, some airlines charge 8-10 times more we can’t allow such high fares
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X