For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષક સંધના વિરોધ છત્તા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાલે યોજાશે!

ગુજરાતમાં વિવાદો વચ્ચે 24 ઓગસ્ટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે યોજાનારૂં આ શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિવાદો વચ્ચે 24 ઓગસ્ટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે યોજાનારૂં આ શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને તેમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

bhupendrasinh chudasma

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના થઇ રહેલા વિરોધને નિરર્થક વિરોધ ગણાવ્યો હતો અને જણાવ્યું કે, આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે-ફરજિયાત નથી. એટલું જ નહિ, તે કોઇ કસોટી કે પરીક્ષા સ્વરૂપે નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ.

ચુડાસમાએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષક સંઘો સાથે બેઠક યોજીને તેમની સહમતિ મેળવી તેમને અનુકૂળ તારીખ ર૪ ઓગસ્ટે આ સર્વેક્ષણનું આયોજન કર્યુ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના ૧.૧૮ લાખ જેટલા શિક્ષકોએ આ સજ્જતા સર્વેક્ષણને આવકારી તેમાં જોડાવાની સંમતિ આપી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, શિક્ષક પદવી-ડીગ્રી મેળવીને સેવામાં જોડાય તે પછી શિક્ષણ ક્ષેત્રમાં સમયે સમયે ફેરફારો આવતા રહે છે તેને અનુરૂપ તાલીમ સજ્જતા માટે આવું સર્વેક્ષણ જરૂરી પણ છે.

શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, વર્ષ ર૦૦૯માં યુપીએ સરકાર દ્વારા સમગ્ર દેશમાં નો-ડિટેન્શન પોલિસી લાવવામાં આવી તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે અને જે નૂકશાન થયું છે, તેને ભરપાઇ કરવાનો આ સરકારનો પ્રયાસ છે.

English summary
Despite the opposition of the teachers' union, the teacher readiness survey will be held tomorrow!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X