For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

vastanvi
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીની આડકતરી રીતે પ્રશંસા કરતાં દારૂલ ઉલૂમ દેવબંધના કુલપતિથી પદથી દૂર કરવામાં આવેલા મૌલાના ગુલામ વસ્તાનવીએ કહ્યું હતું કે વિધાનસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો વિકાસનો એજન્ડા કામ લાગ્યો છે અને કદાચ આ કારણે જ મુસલમાનોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે. આ ઉપરાંત વસ્તાનવીએ કહ્યું હતું કે ભાજપને વોટ આપવાનો મતલબ એ નથી કે 2002ના કોમી રમખાણો માટે મુસ્લિમ સમુદાયે નરેન્દ્ર મોદીને માફ કરી દિધા છે.

વસ્તાનવીએ કહ્યું હતું કે મુસલમાનોએ આ વખતે ગુજરાતમાં ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે તો તેનું કારણ એક મોટું કારણ વિકાસનો એજન્ડા છે. નરેન્દ્ર મોદીએ આ વખતે વિકાસના એજન્ડાને આગળ વધાર્યો છે અને કદાચ આના કારણે મુસલમાનોએ ભાજપને વોટ આપ્યો છે, બધા લોકો વિકાસ ઇચ્છે છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહેલા વસ્તાનવીએ કહ્યું હતું કે મીડીયામાં સમાચાર આવ્યાં હતા કે મુસલમાનોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે. લગભગ 20 સીટો ભાજપે એવી જીતી છે જ્યાં મુસલમાનોની સંખ્યા વધારે છે. 2002ના કોમી રમખાણો અને આ ચુંટણી બંને 'ડિફરન્ટ કેસ' છે. જો મુસલમાનોએ ભાજપને મત આપ્યાં છે તો તેનો મતલબ એ નથી કે તેમને નરેન્દ્ર મોદીને માફ કરી દિધા છે.

સ્થાનિક કક્ષાની ચુંટણીમાં ભાજપ દ્રારા 100થી વધુ મુસલમાનોને ટીકીટ આપી હોવાનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે 'નગર પાલિકાની ચુંટણીમાં ભાજપે 100થી વધુ મુસલમાનોને ટીકીટ આપી હતી. તેની પણ અસર છે. આ લોકોએ ભાજપને જીતાડવાનો પ્રયત્ન કર્યો હશે.

English summary
Vastanvi Say Modi got muslim vote because of development agenda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X