
મલિકે ફડણવીસ પર ફોડ્યો હાઈડ્રોજન બૉમ્બ, કહ્યુ - વાનખેડેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે પૂર્વ CM
મુંબઈઃ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આજે સવારે કહ્યુ કે 'મારી પાસે પુરાવા છે, જેનાથી સાબિત થાય છે કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ઈશારે મહારાષ્ટ્રમાં જોરદાર વસૂલી થઈ, તેમના કાર્યકાળમાં નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો હતો. દેવેન્દ્રના આશીર્વાદથી મહારાષ્ટ્રમાં જોરદાર નકલી નોટોનો વેપાર ફૂલ્યો-ફાલ્યો હતો.'

'વાનખેડેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે ફડણવીસ'
મલિક આટલે ન અટક્યા તેમણે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનો ઉલ્લેખ પણ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કર્યો. નવાબ મલિકે કહ્યુ કે, 'દેવેન્દ્ર ફડણવીસ જાણીજોઈને ડ્ર્ગ્સ કેસને ડાયવર્ટ કરવામાં લાગી ગયા છે અને આમ કરીને તે પોતાના નજીકના સમીર વાનખેડેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે કારણકે તેમના કારણે જ ભંડોળ ભેગુ થયુ છે.' મલિકે કહ્યુ કે, 'હું એક એવા વ્યક્તિ સામે લડી રહ્યો છુ, જે નિર્દોષ લોકોને નકલી કેસોમાં ફસાવી રહ્યો છે.'

મલિકે લગાવ્યા ફડણવીસ પર ગંભીર આરોપ
નવાબ મલિકે આગળ કહ્યુ કે, 'હું ફડણવીસ વિશે એક મોટી વાત જણાવુ છુ. તેમણે પોતાના કાર્યકાળમાં નાગપુરના કુખ્યાત ગુનેગાર મુન્ના યાદવને કંસ્ટ્રક્શન વર્કર્સ બોર્ડના અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. એટલુ જ નહિ હૈદર આઝમ નામના નેતાને ફાઈનાન્સ કૉર્પોરેશનના અધ્યક્ષ બનાવ્યા હતા જ્યારે તે બાંગ્લાદેશના લોકોને મુંબઈમાં વસાવવાનુ કામ કરતો હતો અને તેની બીજી પત્ની પણ બાંગ્લાદેશી હતી. તેની તપાસ મલાડ પોલિસ કરી રહી હતી પપંતુ અચાનકથી તેની તપાસ અટકાવી દેવામાં આવી કારણકે પોલિસ ઑફિસમાં સીએમની ઑફિસમાંથી ફોન આવી ગયો હતો કે કેસને રફાદફા કરી દેવામાં આવે અને તે થઈ ગયો.'
|
'ફડણવીસ અને તેમની ટીમ પૈસાની વસૂલી કરતી હતી'
નવાબ મલિકે કહ્યુ કે, 'તે મને કહી રહ્યા છે કે મારા અંડરવર્લ્ડના લોકો સાથે સંબંધ છે. અરે, સાચુ તો એ છે કે ફડણવીસ ખુદ આ લોકોની નજીક રહ્યા છે. દરેક વસ્તુમાં તે પૈસા વસૂલતા હતા. ભલે મામલો બિલ્ડર્સનો હોય કે પછી કોઈની સાથે વિવાદનો, ફડણવીસ અને તેમની ટીમ પૈસા વસૂલી કરતા હતા.'

'મલિકે દાઉદના પરિવાર પાસેથી જમીન ખરીદી'
તમને જણાવી દઈએ કે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતુ કે, 'મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના પરિવારના સંબંધ મુંબઈ ધમાકામાં શામેલ દાઉદ ઈબ્રાહિમની ફેમિલી સાથે છે. તેમણે દાઉદના પરિવાર પાસેથી જમીન ખરીદી હતી. પૂર્વ સીએમે એ પણ કહ્યુ હતુ કે જમીનને દાઉદના લોકો પાસેથી સસ્તા ભાવમાં ખરીદવામાં આવી હતી.' જેના પર મલિકે કહ્યુ હતુ કે, 'ફડણવીસ ખોટુ બોલી રહ્યા છે. હું અને મારો પરિવાર કોઈ પણ ગેંગવૉરના લોકો સાથે જોડાયેલો નથી. હું બુધવારે સવારે 10 વાગે હાઈડ્રોજન બૉમ્બ ફોડીશ' અને આજે તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને ફડણવીસ પર ગંભીર આરોપ લગાવી દીધા છે.