ભાજપના સાંસદ હેગડેના 40 હજાર કરોડ રૂપિયાવાળા નિવેદન પર ફડણવીસે આપી સફાઈ
મહારાષ્ટ્રના 3 દિવસના સીએમ બનનાર દેવેન્દ્ર ફડણવીસ વિશે ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ ખુલાસો કર્યો છે કે ફડણવીસને એટલા માટે સીએમ બનાવવામાં આવ્યા જેથી તે લગભગ 40 હજાર કરોડ રૂપિયા કેન્દ્રને પાછા મોકલાવી શકે. હેગડેના નિવેદન પર હવે ફડણવીસે સફાઈ આપી છે.

કોઈ નીતિગત નિર્ણય લીધા નથી
હેગડેના દાવાને નકારીને ફડણવીસે કહ્યુ કે મારા સીએમ રહેતા કોઈ પૈસા પાછા આપવામાં આવ્યા નથી. મે કાર્યવાહક સીએમ તરીકે કોઈ નીતિગત નિર્ણય લીધા નથી. બુલેટ ટ્રેનના સવાલ પર ફડણવીસે કહ્યુ કે આ પ્રોજેક્ટમાં ભૂમિ અધિગ્રહણ ઉપરાંત રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી.
|
શું કહ્યુ હતુ અનંત હેગડેએ
હેગડેએ કહ્યુ હતુ કે મુખ્યમંત્રી પાસે કેન્દ્ર સરકાર દ્વારા મોકલેલ 40000 કરોડ રૂપિયાના અધિકાર હોય છે અને તે આ પૈસાને સરકારની તમામ યોજનાઓ માટે ફાળવી શકે છે. ફડણવીસને એ વિશે ખબર હતી કે જો એનસીપી-શિવસેના તેમજ કોંગ્રેસની સરકાર બનશે તો આ ફંડનો અયોગ્ય ઉપયોગ થશે. હેગડેએ કહ્યુ કે કેન્દ્રના ફંડનો દુરુપયોગથી બચવા માટે આ ડ્રામા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બનવાના માત્ર 15 કલાકની અંદર તેમણે 40000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને પાછા મોકલી દીધા.
આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ હત્યાઃ ડૉક્ટર જ નહિ તેલંગાનામાં 1 મહિનામાં આનાથી પણ વધુ હેવાનિયત
|
હેગડેના નિવેદન પર સંજય રાઉતે આ કહ્યુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેના આ ખુલાસા પર શિવસેનાએ તીખી પ્રતિક્રિયા આપી છે અને આ મહારાષ્ટ્ર સાથે ગદ્દારી ગણાવી દીધી છે. શિવસેના પ્રવકતા સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યુ, ભાજપ સાંસદ અનંત કાર હેગડેએ કહ્યુ છે કે 80 કલાક માટે મુખ્યમંત્રી બનીને દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના 40,000 કરોડ રૂપિયા કેન્દ્રને આપી દીધા? આ મહારાષ્ટ્ર સાથે ગદ્દારી છે.