સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર દેવાસમ બોર્ડે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટના ફેસલાનું સન્માન કરશું
નવી દિલ્હીઃ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈ આપવામાં આવેલ ફેસલા પર પુનઃવિચાર માટે દાખલ કરેલ અરજી પર સુનાવણી દરમિયાન સબરીમાલા મંદિરના સંરક્ષક ત્રાવણકોર દેવાસમ બોર્ડે કહ્યું કે તેઓ કોર્ટના ફેસલાનું સન્માન કરશે. જેમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે અગાઉ બોર્ડે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કર્યો હતો.

પુનઃવિચાર અરજીનો વિરોધ
સુનાવણી દરમિયાન કોરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ પુનઃવિચાર અરજીનો વિરોધ કરતા કહ્યું કે પુનઃવિચારને જરૂરી ગણાવવા માટે કોર્ટ સમક્ષ કંઈપણ રાખવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં કુલ 54 પુનઃવિચાર અરજી દાખલ કરવામાં આવી છે. જે ઉપરાંત 5 રિટ અરજી છે અને ટ્રાંસફર પિટીશન પણ છે. આવી રીતે કુલ મળીને 64 અરજીઓ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે પહેલા પુનઃવિચાર અરજી સાંભળશું.
|
વર્ષો જૂની પરંપરા સમાપ્ત કરી
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પાછલા વર્ષે 28 સપ્ટેમ્બરે તત્કાળીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 જજની સંવૈધાનિક પીઠે 4:1ના બહુમતનો ફેસલો સંભળાવતાં ભગવાન અયપ્પા મંદિરમાં 10-50 વર્ષની મહિલાઓને પ્રવેશ ન આપવાની જૂની પરંપરાને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના આ ફેસલાનો વિરોધ પણ થયો. કેટલીક મહિલાઓએ તો મંદિરમાં પ્રવેશ કરવાની પણ કોશિશ કરી પરંતુ ભારે વિરોધના કારણે તેઓ અંદર ન જઈ શકી.

શુદ્ધિ અનુષ્ઠાન પછી મહિલાઓનો પ્રવેશ નહિ
બીજી બાજુ સુનાવણી દરમિયાન સબરીમાલા મંદિરના મુખ્ય પુજારીએ દાવો કર્યો કે મંદિરમાં મહિલાઓના પ્રવેશના કારણે શુદ્ધિ અનુષ્ઠાનનું આયોજન નહોતું કરવામાં આવ્યું, અને આની સાથે અનુષ્ઠાનને કંઈ લેવા-દેવા પણ નથી. જો કે આ બધાની વચ્ચે અહેવાલ આવ્યા હતા કે મંદિરમાં આવાં કેટલાંય શુદ્ધિ અનુષ્ઠાન કરવામા આવે છે, પરંતુ પુજારીએ આ સ્પષ્ટ નથી કર્યું કે આખરે અશુદ્ધિઓ કેમ હતી. જણાવી દઈએ કે અગાઉ 2 જાન્યુઆરીએ બે મહિલાઓ બિંદૂ અને કનક દુર્ગાએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
‘અપની બાત રાહુલ કે સાથ': 20 વર્ષની છાત્રાએ શેર કરી રાહુલ સાથેના ડિનરની વાતો