For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું મહિંદા રાજપક્ષેની હારમાં રૉની ભૂમિકા હતી, ભારતે કર્યો ઇનકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિકિ નાન્જપ્પા): એક રિપોર્ટની માનીએ તો શ્રીલંકાએ ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એનાલિસિસ વિંગ(રૉ)ના કોલંબો સ્ટેશન ચીફને સસ્પેન્ડ કરી દીધા છે. રોયટર પોલિટિકલ અને ઇંટેલીજન્સ સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે. રૉના સ્ટેશન ચીફ પર વિપક્ષી દળોની સાથે મળીને મહિંદા રાજપક્ષેની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારમાં ભૂમિકા નિભાવવાનો આરોપ છે અને આ આરોપ બાદ જ શ્રીલંકાએ આ નિર્ણય કર્યો હતો. મામલો ડિસેમ્બર 2014નો છે એટલે કે શ્રીલંકામાં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીના બરાબર પહેલા.

mahinda
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એજેન્ટની કથિત સંડોવણી અને તેને પરત બોલાવવાના સમાચારોનું ખંડન કર્યું છે. પ્રવક્તાએ જણાવ્યું કે આ ટ્રાન્સફર છે, જે એક રૂટિન પ્રક્રિયા છે. આની વચ્ચે, રાજપક્ષેએ જણાવ્યું કે નવી સરકારને લઇને તેઓ કંઇ નથી જાણતા. જોકે, આ પ્રકારના રિપોર્ટની તેમને પણ જાણકારી હતી, પરંતુ તેઓ સંપૂર્ણરીતે આશ્વત ન્હોતા. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં 8 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી થઇ હતી, જેમાં મૈત્રીપાલ સિરિસેનાએ રાજપક્ષેને માત આપી દીધી હતી.

રૉના સ્ટેશન ચીફને સસ્પેન્ડ કરવા અંગે રાજપક્ષે તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી. બીજી તરફ નવી સરકારનું કહેવું છે કે તેમને આ પ્રકારના રિપોર્ટની જાણકારી મળી છે, પરંતુ તેઓ હાલમાં આ સમાચારને કન્ફર્મ ના કરી શકે. કોલંબો અને નવી દિલ્હીના સૂત્રોના હવાલાથી રિપોર્ટ આવી છે કે રૉના સ્ટેશન ચીફને પરત બોલાવવા માટે રાજપક્ષેએ ભારત સરકારને જણાવ્યું હતું.

English summary
A report from Sri Lanka suggests that an Indian official had a role to play in the defeat of Mahinda Rajapaksa, a charge that has been denied by New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X