For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ પર ચહેરો બનશે બોર્ડિંગ પાસ, આઈડી કાર્ડની જરૂર નથી

વિમાન મુસાફરી દરમિયાન હવે તમારો ચહેરો જ બોર્ડિંગ પાસ બનશે. ખરેખર સરકારે વિમાન મુસાફરી માટે ડીજી યાત્રા નામની નવી સુવિધા શરુ કરી છે.

|
Google Oneindia Gujarati News

વિમાન મુસાફરી દરમિયાન હવે તમારો ચહેરો જ બોર્ડિંગ પાસ બનશે. ખરેખર સરકારે વિમાન મુસાફરી માટે ડીજી યાત્રા નામની નવી સુવિધા શરુ કરી છે. આ સેવા શરુ થયા પછી જલ્દી યાત્રીઓના ચહેરા અને બાયોમેટ્રિક ઘ્વારા એરપોર્ટ પર એન્ટ્રી થશે. મુસાફરોને આ સેવા માટે પાસપોર્ટ અને આધાર દ્વારા ઑનલાઇન નોંધણી કરાવવી પડશે. તેમ છતાં તે ફરજિયાત નથી અને તે સંપૂર્ણપણે પ્રવાસીઓની ઇચ્છા પર નિર્ભર રહેશે.

digi yatra

મુસાફરી માટે એરપોર્ટ માં દાખલ કરતી વખતે, જો પેસેન્જર ઇચ્છે તો તેને તેના ચહેરા દ્વારા પ્રવેશ આપવામાં આવશે. આ સાથે, હવે મુસાફરોને બોર્ડિંગ પાસની જરૂર નથી. આ સેવા વિશે નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું કે આ સેવાઓ સૌથી પહેલા વારાણસી, વિજયવાડા, પુણે અને કોલકાતામાં છ મહિનામાં શરૂ થશે. આ પછી, સેવા દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ અને બેંગલોર એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: SBIના ગ્રાહકો માટે ખાસ ખબર, હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો

તેની સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ નવી સેવા શરુ થયા પછી પણ જૂની સિસ્ટમ ચાલતી રહેશે. હાલમાં આ ફક્ત ડોમેસ્ટિક યાત્રીઓ માટે જ શરુ કરવામાં આવી છે. આ સેવાની નોંધણી માટે પહેલીવાર એરપોર્ટ પર યાત્રીઓના ચહેરાની ઓળખ લેવામાં આવશે.

English summary
Digi Yatra initiative Air passengers can use facial recognition bio metrics to enter airports
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X