For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ દલાલો અને કાળાબજારીઓની પાર્ટી છે: દિગ્વિજય સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

digvijay-singh
ભોપાલ, 1 ડિસેમ્બર: પોતાના બફાટના કારણે અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલા રહેલા કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે ફરી એકવાર આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન રજૂ કરતાં નવો વિવાદ શરૂ થઇ ગયો છે. દિગ્વિજય સિંહે શુક્રવારે ભાજપ પર હૂમલો કરતાં કહ્યું હતું કે ભાજપ કાળા બજારીઓ અને દલાલોની પાર્ટી છે માટે ભાજપે કેન્દ્ર કેશ ફોર સબસીડી યોજનાનો વિરોધ કર્યો છે.

દિગ્વિજય સિંહે બાબા રામદેવ દ્રારા ભગત સિંહની તુલના અજમલ કસાબ સાથે તથા ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી દ્રારા સ્વામી વિવેકાનંદની તુલના દાઉદ ઇબ્રાહિમ સાથે કરવામાં આવી હોવાની વાતની મજાક ઉડાવી હતી. દિગ્વિજય સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભાજપ દલાલોની પાર્ટી છે અને ઉદ્યોગપતિઓ સાથે તેમની સાંઠગાંઠ છે.

તો બીજી તરફ દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે હાલમાં તેમના નાના ભાઇ લક્ષ્મણ સિંહ સાથે મુલાકાત કરી છે, શું તે કોંગ્રેસમાં જોડાઇ શકે છે, દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આવું શક્ય હોત તો મને ખુશી થાત. અત્રે ઉલ્લેખનીય છે કે દિગ્વિજયનો પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યો છે.

English summary
Digvijay Singh alleged that the BJP was a "party of black marketeers and brokers" because of which it opposed the Centre’s cash-for-subsidy scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X