For Quick Alerts
For Daily Alerts
ટ્વિટર પર દિગ્વિજયનો સવાલ: અયોધ્યાની મેચ ફિક્સ તો નથી ને?
નવી દિલ્હી, વિશ્વ હિન્દુ પરિષદની 84 કોસી પરિક્રમા યાત્રા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ટ્વિટર પર સવાલ ઉટાવતા કટાક્ષી પ્રશ્ન કર્યો કે અયોધ્યાની મેચ ફિક્સ તો નથી ને?
સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર દિગ્વિજયે જણાવ્યું કે 'અયોધ્યાની મેચ ફિક્સ છે?' દિગ્વિજયનો ઇશારો યાત્રાને લઇને ભાજપા અને ઉત્તર પ્રદેશની સપા સરકારની સાથે મિલીભગત તરફ છે.
કહેવાય છે કે દિગ્વિજયે પોતાના આ ટ્વિટથી લોકોને એ જણાવવાની કોશિશ કરી છે કે ભાજપા અને સપા બંને વોટ બેંકની રાજનીતિ કરે અને વોટોનું ધ્રુવીકરણ કરવા માગે છે જેથી આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો મળી શકે.
દિગ્વિજય આ પહેલા પણ ભાજપા પર રાજનીતિનું સાંપ્રદાયિકરણ અને ધ્રુવીકરણ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. કોંગ્રેસ મહાસચિવે ટ્વિટવ કર્યા બાદ જણાવ્યું હતું કે અયોધ્યામાં ચૈત્રમાં 84 કોસી પરિક્રમાં ખૂબ જ જૂની પરંપરા છે. હવે વિહિપ રાજનૈતિક ઇરાજાથી આ પરિક્રમાને રામ મંદિર માટે શરૂ કરવા માંગે છે.