ડિમ્પી મહાજન હવે ડિમ્પી રોય બની રહી છે, કરશે બીજા લગ્ન

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની ભૂતપૂર્વ વહુ અને રાહુલ મહાજનની પત્ની એવી ડિમ્પીએ હવે રાહુલનો સાથ છોડી દઇને દુબઇના એક બિઝનેસમેન હાથ પકડ્યો છે. બિગ બોસ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવનાર ડિમ્પીએ દુબઇમાં પોતાના માટે એક સુયોગ્ય વર શોધી લીધો છે. જેનું નામ છે રોહિત રોય.

રોહિત રોયનો દુબઇમાં બિઝનેસ છે. એટલું જ નહીં ખબરો તો એ પણ આવી રહી છે કે ડિમ્પી અને રોહિત રોય દુબઇમાં લગ્ન પણ કરી દીધા છે. નોંધનીય છે કે આ વર્ષે જ ડિમ્પી મહાજને પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજનને તલાક આપ્યા હતા.

 

એટલું જ નહીં ડિમ્પીએ રાહુલ મહાજન પર મારપીટ અને ધરેલૂ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે ડિમ્પીએ પોતાની સગાઇની ખબર સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર આપી હતી. ત્યારે કોણ છે ડિમ્પીનો બીજો રોહિત તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ડિમ્પીને ફરી મળ્યો એક રોહિત
  

ડિમ્પીને ફરી મળ્યો એક રોહિત

રાહુલ મહાજન જોડે છૂટાછેડા લીધા બાદ ડિમ્પી ફરી એક વાર લગ્ન તાંતણે બંધાઇ રહી છે. આ વિષે ખુદ ડિમ્પી સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું

કેવી રીતે થયો પ્રેમ
  

કેવી રીતે થયો પ્રેમ

ડિમ્પીએ જણાવ્યું તે પ્રમાણે ડિમ્પી અને રોહિત એક બીજાના નાનપણથી જાણે છે. અને બન્ને એકબીજાના પાછલા 2 વર્ષની ડેટ કરી રહ્યા છે. વળી બન્ને 27 નવેમ્બરના રોજ કોલકત્તામાં લગ્ન પણ કરશે તેવા સમાચાર છે.

 

ટ્વિટર પર ડિમ્પીનો એકરાર

ત્યારે ડિમ્પીએ સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર તેની સગાઇની રિંગ મૂકીને લખ્યું હતું કે તેમની સગાઇ થઇ ગઇ છે.

રાહુલ અને ડિમ્પી
  

રાહુલ અને ડિમ્પી

નોંધનીય છે કે ડિમ્પી, રાહુલ મહાજનને વર્ષ 2010માં રાહુલ દુલ્હનિયા લે જાયેગા નામના રિયાલિટી શોમાં મળી હતી.

રાહુલ-ડિમ્પી

જે બાદ ડિમ્પી અને રાહુલ અન્ય રિયાલિટી શો બિગ બોસ 8માં પણ જોવા મળ્યા હતા. જો કે હંમેશા વિવાદોમાં રહેલા રાહુલ મહાજન પર ડ્રગ્સ લેવાનો આરોપ અને ડિમ્પીની સાથે મારપીટ કરવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે.

English summary
Bigg Boss 8 contestant Dimpy Ganguly, former wife of Rahul Mahajan, has announced that she is engaged.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.