ED એ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી
નવી દિલ્હીઃ ઈડીએ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ અને પ્રબંધ સંચાલક ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી લીધી છે. દીપકને આઈસીઆઈસીઆઈ બેંક- વીડિયોકોન મામલામાં ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ઈડીના અધિકારીઓના હવાલે અહેવાલ આપી છે.
જણાવી દઈએ કે અગાઉ ઈડીએ જાન્યુઆરી મહિનામાં આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પરિવારની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી. કુલ 78 કરોડની ચળ- અચળ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જેમાં મુંબઈમાં એક ફ્લેટ અને ચંદાના પતિની કંપનીની પ્રોપર્ટી સામેલ હતી.
લોન મામલો શું છે
આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોન સમૂહને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોનને લઈ વિવાદ મચી ગયો હતો. વિવાદ સામે આવ્યા બાદ આ મામલાની તપાસ ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ સમિતિને સોંપવામાં આવ્યો જેમાં લોન આપવાની પ્રક્રિયા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. સમિતિએ માન્યું હતું કે આ લોન આપવામાં બેંકના આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જેમાં હિતને ટકરાવવાનું આચરણ પણ સામેલ હતું, કેમ કે આ લોનનો એક ભાગ તેમના પતિ દીપક દ્વારા ચલાવવામાં આવી રહેલ કંપનીને આપ્યો, જેનાથી તેમને વિવિધ નાણાકીય લાભ પ્રાપ્ત થયા.
Corona Vaccine: જાન્યુઆરીમાં રસી આવી જશે, ઓસ્ટ્રેલિયાનું એલાન