For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર અંગે મોદી સરકાર શું કરે છે?

જાણો શું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર? કેવી રીતે તેનાથી સામાન્ય લોકો અને નરેન્દ્ર મોદી સરકાર બંન્નેને આવનારા સમયમાં લાભ મળશે? વિગતવાર વાંચો અહીં.

By Nitin Mehta & Pranav Gupta
|
Google Oneindia Gujarati News

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર (ડીબીટી) એટલે કે સીધો લાભ ટ્રાંસફર, એક તેવી પ્રણાલી છે જે વિશ્વમાં સામાજીક કલ્યાણ માટે મહત્વની પ્રણાલી તરીકે ઉભરી રહી છે. ભારતમાં આ પ્રણાલીનું મહત્વ અને ક્ષમતાને સમજી છે અને આ માટે અનેક પાયલોટ કાર્યક્રમો યુપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. પણ નાણાંકીય સંકલન અને અપર્યાપ્ત આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આ પ્રોજેક્ટ મોટા પ્રમાણમાં અસફળ રહ્યા હતા. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડીબીટીની પ્રગતિ માટે કેવી રણનીતિ અપનાવી છે તે અંગે જાણો અહીં...

direct benefit transfer

ડીબીટી શું છે?

સામાન્ય ભાષામાં સમજાવીએ તો ડીબીટીનો મતલબ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીના લાભને ચેક દ્વારા કે કોઇ અન્ય રીતે પહોંચાડવાને બદલે સીધુ લાભાર્થીના બેંક ખાતામાં જ મોકલવું. આ પદ્ઘતિ એટલે ડીબીટી. તેવું માનવામાં આવી છે કે આ પ્રણાલીના કારણે ભષ્ટ્રાચાર ઓછા થશે. અને સરકાર અને લાભાર્થી વચ્ચે દલાલી કે મધ્યસ્થી કરી લાભ ખાટી જતા લોકોનું પત્તું સાફ થશે. સાથે જ સરળ અને સીધી રીતે તે જરૂરિયાતમંદ લોકો સુધી યોગ્ય સહાય પહોંચી શકશે.

મોદી સરકારે શું કર્યું?

સરકાર ભલે ગમે તેટલી સારી યોજના બનાવે પણ તે જો તેના યોગ્ય લાભાર્થી સુધી પહોંચી ના શકે તો તેનું કોઇ મહત્વ નથી રહેતું. આ માટે ડીબીટી યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવા માટે વિભિન્ન વિભાગોને એક સાથે જોડીને બહુ-પરિમાણીય પહેલ કરવી જરૂરી છે. જેમાં નાણાંકીય સંકલન પણ હોય અને યોગ્ય આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ. આ માટે મોદી સરકારે એક વ્યવસ્થિત પહેલ શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. યુપીએ સરકારના સમયે એલપીજી સબસિડીને ડીબીટી કરવામાં અસફળ રહી તેનું મુખ્ય કારણ એ હતું કે તે બેકિંગ સુવિધાઓ મર્યાદિત હતી અને તેમાં માળખાકીય સુવિધાઓની અછત હતી. આથી વિરુદ્ધ એનડીએ સરકારે નાણાંકીય સંકલન માટે વિશાળ કાર્યક્રમ જન ઘન યોજનાની શરૂઆત કરી જેમાં ગરીબમાં ગરીબ વર્ગના લોકો માટે બેંક સુવિધાઓ પહોંચાડવામાં આવી. ડીબીટીની સફળતા માટે 28 કરોડથી વધુ જન ધન ખાતા અતિ મહત્વપૂર્ણ સાબિત થયા. આ સાથે જ આધાર દ્વારા આ સુવિધાનો વિસ્તાર કરવામાં આવ્યો અને આધાર સંખ્યાને બેંક ખાતાથી જોડવા પર સરકારે મહત્વનું ધ્યાન આપ્યું, જે ડીબીટીને લાગુ કરવામાં મહત્વપૂર્ણ હતું. હાલમાં 15થી વધુ મંત્રાલયોમાં 80 થી વધુ યોજનાઓ ડીબીટી અંતર્ગત આવે છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ડીબીટી લાગુ થવાથી ગત 3 વર્ષોમાં 50,000 કરોડ રૂપિયાથી વધુની બચત થઇ છે. યુપીએ કાર્યકાળમાં 2013-14માં ડીબીટીના માધ્યમથી લગભગ 7,367 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. જેનાથી 10.71 કરોડ લોકોને ફાયદો થયો હતો. એનડીએના નેતૃત્વમાં વર્ષ 2016-17માં આ રાશિ વધીને 74,502 કરોડ રૂપિયા થઇ ગઇ છે. અને તેનાથી 33 કરોડ લોકોને ફાયદો થયો છે.

પહેલી સફળતા

એલપીજી સબસીડીમાં ડીબીટી માટે નવેમ્બર 2014માં પહેલ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્વૈચ્છિક નોંધણીના રૂપે તેને લાગુ કરવામાં આવી હતી. હવે એલપીજી સબસિડી ખાલી ડીબીટીના માધ્યમથી જ આપવામાં આવે છે. હાલ 17.50 કરોડથી વધુ એલપીજી ઉપભોક્તા પોતાના બેંક એકાઉન્ટમાં સીધી જ આ સબસિડીને મેળવી રહ્યા છે. આ યોજનાની સફળતાથી સિલેન્ડરની કાળા બજારી થતી રોકવામાં સરકારને સફળતા મળી છે.

કેરોસીન અને ડીબીટી

પોતાની આ પહેલને આગળ વધારતા સરકાર દેશભરમાં કેરોસીનની સબસીડી પર ડીબીટી માધ્યમથી આપવાનું વિચારી રહી છે. એક કેન્દ્રીય પ્રોત્સાહન યોજના શરૂ થશે જે રાજ્યોમાં પહેલા ચાર વર્ષ માટે સ્લેબ આધારિત પ્રોત્સાહિત રાશિ આપશે. આ યોજના દેશના અનેક રાજ્યોમાં પહેલા જ અપનાવવામાં આવી છે.

ફર્ટિલાઇઝર સબસિડી

ખાતર માટે જે સબસિડી સુધારક યોજના છે તેને વર્ષ 2017માં ખરીફ પાક દરમિયાન લાગુ કરવામાં આવશે. 70,000 કરોડ રૂપિયાની આ ખાતર સબસિડીમાં 2 લાખ પોઇન્ટ ઓફ સેલના માધ્યમથી ખેડૂતોને બોયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા સમગ્ર દેશમાં આપવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. આ સબસિડી યોજના 17 જિલ્લામાં પહેલા પાયલોટ યોજનાના રૂપમાં શરૂ કરવામાં આવશે. જો તેને ઠીક રીતે લાગુ કરવામાં આવી તો આ એક મોટો આર્થિક સુધાર માનવામાં આવશે. અને ખાદ્ય સબસિડીમાં થઇ રહેલી મોટી ચોરીને ઓછી કરવા માટે એક ઉદાહરણરૂપ સાબિત થશે.

સારાંશ

ડીબીટીની સફળતાપૂર્વક લાગુ કરવામાં આવે તો મૂળરૂપે ભષ્ટ્રાચારને નાબૂદ કરી શકાય છે. ભષ્ટ્રાચાર ઓછા થયો તો લોકોનો સરકારી યોજના પ્રતિ વિચાર બદલાશે, નોંધણી વધશે અને લોકો સુધી સાચી મદદ પહોંચશે. આ સાથે જ સરકાર યુનિવર્સલ બેઝિક ઇનકમને લાગુ કરવાનો નિર્ણય કરે છે તો ડીબીટી માટે બનાવવામાં આવેલ માળખાગત ઢાંચો ભવિષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ કામને આગળ વધારતા સરકારનું અનુમાન છે કે જેએએમ ત્રિમૂર્તિ (જન ધન- આધાર-મોબાઇલ) ડીબીટી કાર્યક્રમને આગળ વધારવા માટે મદદગાર સાબિત થશે.

(આ લેખને લખનાર નિતિન મહેતા, મેનેજિંગ પાર્ટનર, રણનીતિ કંસલ્ટિંગ એન્ડ રિસર્ચ. પ્રણવ ગુપ્તા એક સ્વતંત્ર શોધકર્તા છે.)

English summary
Direct Benefit Transfer: Tracking the Progress under Narendra Modi govt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X