For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘આતંકવાદના ખોટા કેસોથી બરબાદ થઇ રહ્યાં છે મુસ્લિમ પરિવાર’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બરઃ યુપીએ સરકાર દ્વારા કરવામાં આવેલા વચનોને લઇને એકઠાં થયેલા મુસ્લિમ સમુદાયના સભ્યોએ મુસ્લિમ યુવકોને ખોટા આતંકવાદના કેસોમાં ફસાવવાને લઇને ચિંતા વ્યક્ત કરી છે.

શુક્રવારે અહીં ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચર સેન્ટરમાં અલિગઢ મુવમેન્ટ પત્રિકા દ્વાર યુપીએ 2 અને મુસ્લિમોની અપેક્ષા વિષય પર આયોજિત સંગોષ્ઠીમાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના મોહમ્મદ શાહિદે કહ્યું કે, મુસ્લિમ યુવાઓ પર આતંકવાદનો આરોપ લગાવવામાં આવે છે અને બાદમાં તેમને છોડી દેવામાં આવે છે. તેનાથી મુસ્લિમ યુવાઓ અને તેમના પરિવાર બરબાદ થઇ જાય છે.

કોંગ્રેસ નેતા અનીસ દરાનીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયોએ યુવાઓ અને નેતાઓ પર આતંકવાદના ખોટા આરોપ લગાવવા અંગે તેમણે સરકાર પાસેથી વળતરની માંગણી કરવી જોઇએ. સાંસદ મોહમ્મદ અદીબે કહ્યું, જ્યાં સુધી પોલીસ અને પ્રશાસનની માનસિકતા નહીં બદલાય, ત્યાં સુધી કંઇ નહીં થઇ શકે.

yasin-bhatkal
પત્રકાર આશીષ ખેતાને કહ્યું, મુસ્લિમ યુવાઓ પર અનેકવાર આતંકવાદી હમલાઓમાં સામેલ થવાના ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ઇસ્લામી આતંકવાદ પણ વાસ્તવિકતા છે. ખેતાને કહ્યું કે, પીડિતો પર કોઇ પ્રકારનું રાજકારણ થવું ના જોઇએ. તમામને ન્યાય મળવો જોઇએ. બેઠકમાં યુપીએ 2 સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓની સમીક્ષા પણ કરવામાં આવી.

અલીગઢ મુવમેન્ટ પત્રિકાના સંપાદક જાસિમ મોહમ્મદે કહ્યું કે, 2009માં સત્તામા આવતી વખતે યુપીએ સરકારે અનેક વાયદાઓ કર્યા હતા, પરંતુ તેમાથી કેટલાક પર જ અમલ થયા છે. જામિયા ઉદ્રુના ઓએસડી ફરહત અલી ખાને કહ્યું કે, સરકાર મુસ્લિમોની મજાક બની રહ્યું છે.

ફિલ્મ નિર્માતા અને સામાજિક કાર્યકર્તા મહેશ ભટ્ટે કહ્યું કે, કોંગ્રેસે પોતાના વચનો પૂરા કરવા જોઇએ. મુસ્લિમ નેતાઓએ યુવાનોને નોકરી, સચ્ચર સમિતિની ફરિયાદના કાર્યાન્વયન, સાંપ્રદાયિક હિંસા પર અંકુશ લગાવવા માટે એક વિધેયક અને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના અલ્પસંખ્યક શિક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

English summary
Discussion held in AMU on Muslim families charged with terror allegations, after Yasin Bhatkal arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X