Video : દિલ્હી મેટ્રોમાં રોમાન્સ કરનારા કપલ પર બગડ્યા બે આન્ટી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આજકાલ જે રીતે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે દિલ્હી મેટ્રો કપલ માટે રોમાન્સ કરવાનું ફેવરીટ સ્પોટ બની ગઈ છે. હવે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. આ વખતે રોમાન્સ કરતુ કપલ બે માથાભારે આન્ટીના હાથે ચડતા આન્ટીએ બન્નેને આડેહાથ લીધા. હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હી મેટ્રો પ્રશાસન દ્વારા વારંવાર આપવામાં આવતી ચેતવણી બાદ પણ કપલ્સ બાઝ નથી આવી રહ્યા. હવે એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ અને બે આન્ટીઓ અને કપલ વચ્ચે બબાલ જોના મળી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, મેટ્રોમાં બે આન્ટી અને કપલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. આન્ટી કહે છે કે તમે લોકો થોડી શરમ રાખો, તમારે આવું ના કરવું જોઈએ. આના પર છોકરો કહે છે કે અમને શા માટે શરમ આવે? તમે તમારા કામથી કામ રાખો. હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો 26 જૂને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, દિલ્હી મેટ્રોમાં બે આન્ટી અને કપલ વચ્ચે બબાલ થઈ, કપલ મેટ્રોની અંદર જે રીતે ઊભું હતું તે આન્ટીને પસંદ ન આવ્યુ. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, અમે મેટ્રોમાં મુસાફરી કરીએ છીએ ત્યારે આવું કેમ નથી થતું, જ્યારે કેટલાક લોકોએ કપલને સમર્થન આપતાં કહ્યું હતું કે, જબ પ્યાર કિયા તો ડરના ક્યા?












Click it and Unblock the Notifications
