For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીટ ફાળવણીને લઇને ઝારખંડ ભાજપમાં બબાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 નવેમ્બર: ઝારખંડન કઠુઆમાં આજસૂ સાથે ગઠબંધન અને ટિકીટ વહેંચણીની વિરૂદ્ધ ભાજપના કાર્યકર્તાએ મંગળવારે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. ભાજપના નેતા છત્રૂ રામ મહતોએ કહ્યું, ''જનતા ઇચ્છતી નથી કે અમે ઇચ્છતા નથી અને ગઠબંધન કરનાર કરી રહ્યાં છે. ગઠબંધન કરવા પાછળ તેમનો તર્ક શું છે.?''

ઝારખંડના ભાજપના નેતા આદિત્ય સાહૂએ કહ્યું કે સ્થાનિક કાર્યકર્તાઓને નિશ્વિતપણે રૂપથી સંગઠનમાં હોય કે સરકારમાં હોય પાર્ટી તિરસ્કાર કરવાનું કામ કરે છે. પાર્ટીએ થોડા દિવસો પહેલાં આગામી વિધાનસભા ચૂંટણી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયન (આજસૂ) સાથે હાથ મિલાવીને લડવાનો કરાર કર્યો હતો અને કહ્યું હતું કે આગામી દિવસોમાં કેટલાક અન્ય પક્ષો સાથે પણ સીટોને લઇને તાલમેળ થઇ શકે છે.

modi

જમ્મૂ કાશ્મીર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. બંને રાજ્યોમાં 25 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કા માટે મતદાન થશે. ઝારખંડમાં ભાજપ સાથે ગઠબંધન બાદ આજસૂ આજે પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે, આજસૂ 8 સીટો પર ચૂંટણી લડી રહી છે.

તમને જણાવી દઇએ કે આજસૂ પહેલાં પણ રાજ્યમાં ભાજપના નીત ગઠબંધન સરકારનો ભાગ રહી છે પરંતુ આ પ્રથમ અવસર છે કે જ્યારે બંને પાર્ટીઓ વચ્ચે ચૂંટણી પહેલાં ગઠબંધન થયું છે. બીજી તરફ કોંગ્રેસ, જેડીયૂ અને આરજેડીનું ગઠબંધન છે જેનો ભાજપ અને આજસૂ ગઠબંધન સાથે મુકાબલો થશે.

English summary
BJP's first cut of 63 candidates for elections to the 81-strong state assembly has drawn protests with three leaders resigning over ticket distribution. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X