For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિશોરકુમારના બંગલા માટે પુત્ર અને ભત્રીજામાં વિવાદ, 14 કરોડમાં થઈ ડીલ

મધ્યપ્રદેશના ખંડવામાં બોમ્બે બજાર સ્થિત કિશોર કુમારના જૂના બંગલા પર તેમના ભત્રીજા અને પુત્રોએ પોતપોતાનો હક જતાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચાર ઓગસ્ટે જાણીતા ગાયક કિશોર કુમારનો જન્મદિવસ છે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં જન્મેલા ગાયક કિશોર કુમારના બંગલાને સેંકડો લોકો જોવા આવે છે. પરંતુ હવે આ બંગલા માટે પરિવારમાં વિવાદ થઈ ગયો છે. ખંડવામાં બોમ્બે બજાર સ્થિત જૂના બંગલા પર તેમના ભત્રીજા અને પુત્રોએ પોતપોતાનો હક જતાવ્યો છે. ભત્રીજા અર્જૂને આ બંગલાને વેચવા માટે વાંધો દર્શાવ્યો છે. કિશોર કુમારના ભત્રીજા અને અનુપકુમારના પુત્ર અર્જૂન કુમારે દાવો કર્યો છે કે આ બંગલો તેમની સંપત્તિ છે અને તેને વેચવાનો હક માત્ર તેમનો છે.

ભત્રીજાનો દાવો પ્રોપર્ટી મારા નામે છે

ભત્રીજાનો દાવો પ્રોપર્ટી મારા નામે છે

સ્થાનિક વર્તમાનપત્રમાં છપાયેલ સમાચાર મુજબ અર્જૂનનું કહેવુ છે કે આ સંપત્તિના દસ્તાવેજ મારા નામે છે. નગરનિગમ અને નજૂલમાં ટેક્સ હું ભરુ છુ. સુમિત કુમાર આ સંપત્તિનો દાવો કેવી રીતે કરી શકે છે. સંપત્તિ વેચાયાના સમાચાર પર તેમણે કહ્યુ કે ખંડવાના વેપારી અભય જૈન આ અંગે ખોટી કહાનીઓ ફેલાવી રહ્યા છે. અર્જૂન કુમારે એ પણ કહ્યુ કે બંગલાની સીમામાં જેટલા પણ દુકાનદાર છે તે બધા મારી સાથે છે. સંપત્તિને હું જ વેચીશ.

14 કરોડમાં થઈ બંગલાની ડીલ

14 કરોડમાં થઈ બંગલાની ડીલ

બીજી તરફ બંગલો ખરીદનાર અભય જૈનનો દાવો છે કે તેમણે આ બંગલો ખરીદવા માટે સુમિત કુમારને 11 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા છે. અભય જૈને જણાવ્યુ કે તેમણે સુમિત કુમાર પાસેથી આ બંગલો 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જેના ટોકન રૂપે તેમણે 11 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. વેપારી અભય જૈન આ સોદા અંગે ટૂંક સમયમાં મુંબઈમાં કિશોર કુમારના પુત્રો સાથે મુલાકાત કરવાના છે.

કિશોર કુમારનો બંગલો 100 વર્ષ જૂનો

કિશોર કુમારનો બંગલો 100 વર્ષ જૂનો

અર્જૂન કુમારે આરોપ લગાવ્યો છે કે કિશોર પ્રેરણા મંચના સભ્યો મને આ સંપત્તિ વેચવા નથી દેતા. હું આ બંગલાને વેચવા નથી ઈચ્છતો. પરંતુ હાલમાં આર્થિક રીતે હું ઘણો મુશ્કેલીમાં છુ માટે મારી પાસે આને વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ આ લોકો મારી સંપત્તિ વેચવાથી મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બંગલામાં કિશોર કિમારનો જન્મ થયો હતો. હાલમાં આ બંગલો ઘણી જર્જરિત હાલતમાં છે. ખંડવા સ્થિત કિશોર કુમારનો આ બંગલો 100 વર્ષ જૂનો છે.

English summary
dispute over kishore kumar bungalow in khandwa between son and nephew
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X