• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: ડીકે શિવકુમારની ધરપકડ વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન

|

મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કર્ણાટકના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરી હતી. છેલ્લા 4 દિવસથી મની લોન્ડરિંગના કેસમાં ડીકે શિવકુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીકે શિવકુમારની ધરપકડનો વિરોધ કરતા કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે મુખ્ય મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે બદલાની રાજનીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તે જ સમયે, ધરપકડ બાદ ડીકે શિવકુમારના સમર્થકોએ ઇડી ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે કોંગ્રેસના નેતાની ધરપકડના વિરોધમાં કોંગ્રેસે આજે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે.

DK Shivakumar

Newest First Oldest First
2:23 PM, 4 Sep
ડીકે શિવકુમારની ધરપકડ વિરુદ્ધ બંગ્લોરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
11:42 AM, 4 Sep
મલ્લિકાર્જુન ખડગે કહ્યું - તેઓ ડીકે શિવકુમાર અને પાર્ટીના કાર્યકરોનું મનોબળ ઓછું કરવા માગે છે. જ્યારે પણ આવકવેરા વિભાગ અને ઇડીએ નિયમો મુજબ ફોન કર્યો ત્યારે તેઓએ જવાબ આપ્યો. તેઓ સહકાર આપી રહ્યા છે. આવું કરવાથી ફક્ત તેમને પરેશાન કરવા અને માનસિક ત્રાસ આપવામાં આવે છે
11:40 AM, 4 Sep
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ઈડીએ ધરપકડ કરી લીધી છે. શિવકુમારની ધરપકડ સામે કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યુ છે.
11:39 AM, 4 Sep
ડીકે શિવકુમાર અને અન્ય કોંગ્રેસી નેતાઓએ રાજનૈતિક બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
11:39 AM, 4 Sep
ડીકે શિવકુમાર વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિનો મામલો ચાલી રહ્યો છે. 2017માં આવકવેરા વિભાગે ડીકે શિવકુમારના 64 ઠેકાણે દરોડા પાડ્યા હતા. તેમની વિરુદ્ધ ટેક્સ ચોરીની ફરિયાદ પર આ કાર્યવાહી થઈ હતી.
11:39 AM, 4 Sep
કર્ણાટક કોંગ્રેસના મોટા નેતા ડીકે શિવકુમારની ઈડીએ ધરપકડ કરી લીધી છે. કર્ણાટક કોંગ્રેસના બીજા મોટા નેતા કહેવાતા ડીકે શિવકુમારની મની લોન્ડરિંગના મામલે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી.

English summary
DK Shivakumar arrested, Karnataka bandh congress live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more