For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના ડીકે શિવકુમારે જણાવ્યું કે કર્ણાટકમાં કેટલા દિવસ ચાલશે ગઠબંધન સરકાર

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકની રાજનીતિ ગરમાઈ ચુકી હતી. યેદુરપ્પાને બહુમત નહીં મળતા તેઓ સીએમ પદથી હટી ચુક્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકની રાજનીતિ ગરમાઈ ચુકી હતી. યેદુરપ્પાને બહુમત નહીં મળતા તેઓ સીએમ પદથી હટી ચુક્યા છે. હવે કોંગ્રેસ અને જેડીએસ સરકાર બનાવતા પહેલા જ બંને પાર્ટીના ભવિષ્ય અંગે ચર્ચાઓ થઇ રહી છે. ખબરો આવી રહી છે કે ગઠબંધન સરકાર બનતા પહેલા જ કોંગ્રેસ નેતાઓ નારાજ છે. પરંતુ બંને પાર્ટીના મોટા નેતાઓ ઘ્વારા આ વાત ખોટી હોવાનું જણાવ્યું છે. આ ગઠબંધન સરકારના ભવિષ્ય અંગે કોંગ્રેસના હીરો રહી ચૂકેલા ડીકે શિવકુમાર ઘ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

શુ 5 વર્ષ પુરા કરશે કર્ણાટક સરકાર?

શુ 5 વર્ષ પુરા કરશે કર્ણાટક સરકાર?

સોમવારે પત્રકારો સાથે વાત કરી રહેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને જયારે પૂછવામાં આવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર 5 વર્ષ સુધી ટકી શકશે કે નહીં. તેના જવાબમાં તેમને કહ્યું કે તેઓ હાલમાં કઈ પણ નહીં કહી શકે. તેનો જવાબ સમય આપશે. અમારી સામે ઘણા મુદ્દા અને વિકલ્પ છે જેને વિશે હાલમાં કઈ પણ નહીં કહી શકું.

ગઠબંધન માટે મેં બધી જ કડવાહટ દૂર કરી

ગઠબંધન માટે મેં બધી જ કડવાહટ દૂર કરી

જેડીએસ સાથે ગઠબંધન પર કોંગ્રેસ વિધાયકો નારાજ થવાની ખબર પર તેમને જણાવ્યું કે કર્ણાટકમાં એક સેક્યુલર સરકાર બનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા ગઠબંધન માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે આખા દેશને તેને જરૂર છે. એટલા માટે અમે જેડીએસ સાથે ગઠબંધન કર્યું છે. આ મુદ્દે મારે બધી જ કડવાહટ દૂર કરવી પડી જે આ સમયે મારુ કર્તવ્ય છે મેં પોતે આ ગઠબંધન માટે સહમતી આપી છે.

દેવગૌડા પરિવારના રાજનૈતિક પ્રતિદ્વંધી છે ડીકે શિવકુમાર

દેવગૌડા પરિવારના રાજનૈતિક પ્રતિદ્વંધી છે ડીકે શિવકુમાર

કર્ણાટક ઇલેક્શનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જયારે કોંગ્રેસ બીજા નંબરે રહી છે. તેમ છતાં કોંગ્રેસ ઘ્વારા જેડીએસ સમર્થન આપીને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજનૈતિક રૂપે શિવકુમાર એચડી દેવગૌડા પરિવારના પ્રતિદ્વંધી રહી ચુક્યા છે. ડીકે શિવકુમાર અને દેવગૌડા પરિવાર ઘણીવાર ઈલેક્શનમાં સામસામે આવી ચુક્યા છે.

English summary
DK Shivakumar Says, Congress and JDS had to sort out their differences for a secular government in Karnataka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X