For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીકે શિવકુમારઃ આ જ છે ભાજપના હાથમાંથી બાજી છીનવી લેનાર શખ્સ

કર્ણાટકના રાજકીય નાટકનું ક્લાઈમેક્સ લગભગ સમાપ્ત થઈ ગયુ છે. ભાજપના સીએમ બીએસ યેદિયુરપ્પાએ બહુમત પરીક્ષણ પહેલા જ રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના રાજકીય નાટકનું ક્લાઈમેક્સ લગભગ સમાપ્ત થઈ ગયુ છે. ભાજપના સીએમ બીએસ યેદિયુરપ્પાએ બહુમત પરીક્ષણ પહેલા જ રાજીનામુ આપી દીધુ છે. આ વખતે તે માત્ર અઢી દિવસના કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા. તેમણે વિધાનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, "હું પાછો આવીશ, 150 થી વધુ સીટો જીતીને બતાવીશ." યેદિયુરપ્પાના રાજીનામા સાથે હવે સ્પષ્ટ થઈ ગયુ છે કોંગ્રેસ અને જેડીએસ મળીને કર્ણાટકમાં સરકાર બનાવશે. કર્ણાટકમાં કોંગ્રેસની આ જીતનો શ્રેય જો કોઈ એક શખ્સને જાય છે તો તે છે ડીકે શિવકુમાર. તો આવો તમને આ જીતના મેન ઓફ ધ મેચ બનેલા ડીકે શિવકુમારની રણનીતિ વિશે બતાવીએ જેણે ભાજપને બહુમત સાબિત કરવાથી દૂર રાખ્યા.

ધારાસભ્યોને એકસાથે રાખવાનું કામ ખૂબ સરસ રીતે નિભાવ્યુ ડીકે શિવકુમારે

ધારાસભ્યોને એકસાથે રાખવાનું કામ ખૂબ સરસ રીતે નિભાવ્યુ ડીકે શિવકુમારે

કર્ણાટકમાં જેવી ત્રિશંકુ સરકારના રૂઝાન દેખાયા કે તરત જ કોંગ્રેસે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને કામે લગાવી દીધા. ગુલામ નબી આઝાદે સ્હેજ પણ વાર કર્યા વિના પોતાના વર્તુળની ચકાસણી કરી અને પછી કુમારસ્વામી સાથે વાત કરી. ભાજપ કોઈ ખેલ રચે તે પહેલા ગુલામ નબીએ કામ કરી દીધુ. કુમારસ્વામી સાથે પડદા પાછળ વાત થઈ અને બંને પક્ષો (કોંગ્રેસ અને જેડીએસ) સાથે આવી ગયા. પરંતુ આ ડીલમાં બંને પક્ષોના મોટા નેતા સાથે આવ્યા હતા. મામલો તો ધારાસભ્યો પર આવીને અટકી ગયો હતો. અને તેમને બચાવીને રાખવાનું ખૂબ જરૂરી હતુ નહિતર તેમની આંતરાત્મા જાગી જતી અને કોંગ્રેસનો ખેલ બગડી જતો. માટે કોંગ્રેસે આ મની બેગની જવાબદારી ડીકે શિવકુમારના હાથમાં સોંપી દીધી. ડીકે શિવકુમારે આ જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવી અને સંકટમોચન બનીને સામે આવ્યા.

ડીકે શિવકુમારના નિવેદને પણ ભર્યો દમ

ડીકે શિવકુમારના નિવેદને પણ ભર્યો દમ

કર્ણાટકના પૂરા ઘટનાક્રમમાં કોંગ્રેસ માટે સૌથી મોટુ શસ્ત્ર સાબિત થયા. ડીકે શિવકુમારે કોંગ્રેસના બે ધારાસભ્યોને નિવેદન આપ્યું. ડીકે શિવકુમારે કહ્યુ કે પ્રતાપ ગૌડા પહોંચી ચૂક્યા છે અને ધારાસભ્યની શપથ લેશે. શિવકુમારે કહ્યુ કે ત્યારબાદ તે કોંગ્રેસ માટે મત આપશે, તે કોંગ્રેસ સાથે છેતરપિંડી નહિ કરે. શિવકુમારે કહ્યુ કે પાટિલ અને આનંદ સિંહ બાદમાં કહેશે કે કોણે તેમને બંધક બનાવ્યા. તેમણે કહ્યુ કે બંને ધારાસભ્ય શપથ ગ્રહણ કર્યા બાદ કોંગ્રેસ માટે મત આપશે.

કોંગ્રેસના છે સંકટમોચક, ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં હતી મહત્વની ભૂમિકા

કોંગ્રેસના છે સંકટમોચક, ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં હતી મહત્વની ભૂમિકા

ડીકે શિવકુમાર સિદ્ધારમૈયા સરકારમાં ઉર્જામંત્રી હતા. 2017 માં જ્યારે ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી ચાલી રહી હતી ત્યારે અહેમદ પટેલની સીટ ખતરામાં હતી. તે સમયે પોતાના 44 ધારાસભ્ય બચાવવા માટે કોંગ્રેસે તેમને કર્ણાટક મોકલી દીધા હતા. કર્ણાટકમાં આ બધા કોંગ્રેસી ધારાસભ્ય ડીકે શિવકુમારના જ ઈગલટન રિસોર્ટમાં રોકાયા હતા કે જે બેંગલુરુમાં છે. તેમને કોંગ્રેસના સંકટમોચન માનવામાં આવે છે.

ધારાસભ્યો સાથે વાત કરીને પોતાની તરફ લઈ આવ્યા શિવકુમાર

ધારાસભ્યો સાથે વાત કરીને પોતાની તરફ લઈ આવ્યા શિવકુમાર

ડીકે શિવકુમારે આ વખતે પણ કોંગ્રેસની સરકાર બનાવવામાં ખૂબ મદદ કરી. અપક્ષ ધારાસભ્યો સાથે વાત કરીને તેમને પોતાના પક્ષમાં લઈ આવ્યા. કોંગ્રેસના 78 ધારાસભ્યોને આ વખતે પણ તેમના જ ઈગલટન રિસોર્ટમાં રોકવામાં આવ્યા. જો કે, 17 મે ની સવારે સમાચાર આવ્યા કે કોંગ્રેસના બે ધારાસભ્ય રિસોર્ટ છોડીને ફરાર થઈ ગયા છે. આમાંથી એક ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટિલ છે. જેમણે ચૂંટણી પહેલા પોતાની સંપત્તિ 40 લાખ રૂપિયા બતાવી હતી. 2013 ની ચૂંટણીમાં તે સૌથી ઓછા પૈસા ધરાવતા ઉમેદવાર હતા.

English summary
dk shivkumar this strongman is congress man for all seasons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X