For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ કરુણાનિધિઃ હીરોનું કેરેક્ટર લખવાથી માંડી હીરો બનવા સુધીની સફર

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કડકમ (ડીએમકે) અધ્યક્ષ એમ કરુણાનિધિનું સાંજે 6. 10 વાગે નિધન થઈ ગયુ. છેલ્લા દસ દિવસોથી તે ચેન્નઈની કાવેરી હોસ્પિટલના આઈસીયુમાં ભરતી હતા.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કડકમ (ડીએમકે) અધ્યક્ષ એમ કરુણાનિધિનું સાંજે 6. 10 વાગે નિધન થઈ ગયુ. છેલ્લા દસ દિવસોથી તે ચેન્નઈની કાવેરી હોસ્પિટલના આઈસીયુમાં ભરતી હતા. તેમને યુરિનરી ઈન્ફેક્શન બાદ ઘણી બિમારીઓએ ઘેરી લીધા હતા. આવે નજર નાખીએ દશકો સુધી તમિલનાડુના રાજકારણમાં એક ધ્રુવ બનીને રહેલા કરુણાનિધિના રાજકીય જીવન પર.

કરુણાનિધિનું પ્રારંભિક જીવન

કરુણાનિધિનું પ્રારંભિક જીવન

કરુણાનિધિનો જન્મ મુત્તુવેલ અને અંજુગમના ઘરે 3 જૂન 1924 ના રોજ તમિલનાડુના નાગપટ્ટીનમના તિરુક્કુભલઈમાં થયો હતો. તે ઈસાઈ વેલ્લાલર સમાજના છે. કરુણાનિધિએ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં એક પટકથા લેખક તરીકે પોતાના કેરિયરનો શુભારંભ કર્યો હતો. પોતાના બુદ્ધિચાતુર્ય અને ભાષણ કૌશલના માધ્યમથી તે બહુ જલ્દી એક રાજનેતા બની ગયા. તે દ્વવિડ આંદોલન સાથે જોડાયેલા હતા અને તેની સમાજવાદી અને બુદ્ધિવાદી આદર્શોને પ્રોત્સાહન આપતી ઐતિહાસિક અને સામાજિક (સુધારવાદી) વાર્તાઓ લખવા માટે જાણીતા હતા. તેમણે તમિલ સિનેમા જગતનો ઉપયોગ કરીને પરાશક્તિ નામની ફિલ્મના માધ્યમથી પોતાના રાજકીય વિચારોનો પ્રચાર શરૂ કર્યો.

કરુણાનિધિની રાજકારણમાં એન્ટ્રી

કરુણાનિધિની રાજકારણમાં એન્ટ્રી

જસ્ટીસ પાર્ટીના અલગિરિસ્વામીના એક ભાષણથી પ્રેરિત થઈને કરુણાનિધિએ 14 વર્ષની ઉંમરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો અને હિંદી વિરોધી આંદોલનમાં ભાગ લીધો. તેમણે પોતાના વિસ્તારમાં સ્થાનિક યુવાનો માટે એક સંગઠનની સ્થાપના કરી. તેમણે આ સભ્યોને મનાવીને નેસન નામનું એક હસ્તલિખિત વર્તમાનપત્ર ચાલુ કર્યુ. બાદમાં તેમણે તમિલનાડુ તમિલ મનાવર મંદ્રક નામના એક છાત્ર સંગઠનની સ્થાપના કરી જે દ્રવિડ આંદોલનનું પહેલુ છાત્ર વિંગ હતુ. કરુણાનિધિએ અન્ય સભ્યો સાથે છાત્ર સમુદાય અને પોતાને પણ સામાજિક કાર્યમાં શામેલ કરી લીધા. અહીં તેમણે આના સભ્યો માટે એક વર્તમાનપત્ર ચાલુ કર્યુ જે ડીએમકે દળના અધિકૃત વર્તમાનપત્ર મુરાસોલી રૂપે સામે આવ્યુ. તેમની અત્યંત સુંદર ભાષણ શૈલીને જોઈને તેમને ‘કુદિયારાસુ' ના સંપાદક બનાવવામાં આવ્યા.

1957 માં પહેલી વાર બન્યા ધારાસભ્ય પછી પાછુ વળીને જોયુ નહિ

1957 માં પહેલી વાર બન્યા ધારાસભ્ય પછી પાછુ વળીને જોયુ નહિ

1957 માં તેઓ પહેલી નાર ધારાસભ્ય બન્યા અને પછી તેમણે કોઈ દિવસ પાછુ વળીને જોયુ નહિ. આ દરમિયાન તેમના ઉપરાંત પક્ષમાંથી અન્ય 12 લોકો પણ ધારાસભ્ય બન્યા. કરુણાનિધિએ રાજકારણમાં ખૂબ મહેનત કરી અને 1967 ની ચૂંટણીમાં બહુમત મેળવ્યો અને અન્નાદુરાઈ તમિલનાડુના પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. ડીએમકે સત્તામાં આવ્યા બાદ તમિલનાડુમાં કોંગ્રેસની હાલત એવી થઈ જેવી કે આજ સુધી ત્યાં સહયોગીના રૂપમાં જ છે.

મુખ્યમંત્રીની ખુરશી પર 5 વાર બેઠા

મુખ્યમંત્રીની ખુરશી પર 5 વાર બેઠા

1957 માં જ્યારે કરુણાનિધિ પહેલી વાર ધારાસભ્ય બન્યા ત્યારે કેન્દ્રમાં પ્રધાનમંત્રીની ખુરશી પર જવાહરલાલ નહેરુ બિરાજમાન હતા. કરુણાનિધિ જ્યારે પહેલી વાર સીએમ બન્યા તો દેશના પીએમની ખુરશી પર ઈન્દિરા ગાંધી બિરાજમાન હતા. ઉલ્લેખનીય છે કે ઈમરજન્સી વખતે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરતા આયોગની ભલામણોના આધારે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ કરુણાનિધિની સરકારની બરખાસ્ત કરી દીધી હતી. ત્યારબાદ કરુણાનિધિ ત્રીજી વાર સીએમ બન્યા. તે વખતે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. ચોથી વાર સીએમ બન્યા તો પીવી નરસિંહરાવ પીએમ હતા અને પાંચમી વાર સીએમ બન્યા તો મનમોહનસિંહ પીએમ હતા.

વફાદારી માટે જાણીતા હતા, બિમાર પત્નીને છોડીને કરી હતી પક્ષની બેઠક

વફાદારી માટે જાણીતા હતા, બિમાર પત્નીને છોડીને કરી હતી પક્ષની બેઠક

એમ કરુણાનિધિ ડીએમકે પ્રત્યે પોતાની વફાદારી માટે જાણીતા છે. એક ઘટના જે તેમના પક્ષ પ્રત્યે તેમની વફાદારી દર્શાવે છે. કરુણાનિધિના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમની પહેલી પત્ની પદ્માવતી મરણ પથારીએ હતા પરંતુ તેઓ તેમની પાસે રોકાવાને બદલે પક્ષની બેઠક માટે જતા રહ્યા હતા. તેમના આ પગલાંએ પક્ષના કાર્યકર્તાઓમાં તેમને ઘણા લોકપ્રિય બનાવી દીધા હતા અને પક્ષમાં તેમનું કદ પણ ઘણુ વધી ગયુ હતુ.

કરુણાનિધિએ પણ કરી હતી ઘણી રાજકીય ભૂલો

કરુણાનિધિએ પણ કરી હતી ઘણી રાજકીય ભૂલો

પોતાના 6 દાયકાથી પણ વધુ લાંબી રાદકીય કેરિયરમાં કરુણાનિધિએ એક એવી ભૂલ કરી હતી જેનો તેમને કદાચ હંમેશા અફસોસ રહ્યો. 1972 માં પક્ષના શક્તિશાળી કોષાધ્યક્ષ અને તમિલ ફિલ્મોના આઈકોન એમજી રામચંદ્રન (એમજીઆર) એ કરુણાનિધિ અને તેમન કેબિનેટ સહયોગીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા તો તેમને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. બાદમાં એમજીઆરએ ઓલ ઈન્ડિયા અન્ના દ્વવિડ મુનેત્ર કડકમ (એઆઈએડીએમકે) ની સ્થાપના કરી. ડીએમકેમાંથી કઢાયાના પાંચ વર્ષોની અંદર એમજીઆર રાજકીય સ્તર પર એટલા શક્તિશાળી બની ગયા કે 1977 માં પહેલી વાર તેઓ મુખ્યમંત્રી પણ બન્યા. એક વાર એમજીઆર તમિલનાડુના મુખ્યમંત્રી શું બન્યા, એક રીતે કરુણાનિધિનો રાજકીય વનવાસ પણ શરૂ થઈ ગયો. મુખ્યમંત્રી બન્યા બાદ એમજીઆર જ્યાં સુધી જીવિત રહ્યા ત્યાં સુધી કરુણાનિધિને સત્તામાં આવવા દીધા નહિ. 1987 માં એમજીઆરનું નિધન થઈ ગયુ પરંતુ ત્યાં સુધી જયલલિતાના રૂપમાં તેમણે કરુણાનિધિનો એક મજબૂત પ્રતિસ્પર્ધી તૈયાર કરી દીધો હતો.

કરુણાનિધિએ કર્યા હતા 3 લગ્ન, 4 પુત્રો અને 2 પુત્રીઓ

કરુણાનિધિએ કર્યા હતા 3 લગ્ન, 4 પુત્રો અને 2 પુત્રીઓ

કરુણાનિધિએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની પદ્માવતી, બીજી પત્ની દયાલુ અમ્માલ અને ત્રીજી પત્ની રજતિ અમ્માલ છે. ત્રણ પત્નીઓમાંથી પદ્માવતીનું નિધન થઈ ગયુ છે જ્યારે દયાલુ અને રજતી જીવિત છે. તેમના 4 પુત્રો અને 2 પુત્રીઓ છે. પુત્રોના નામ એમકે મુથુ, જેમને પદ્માવતીએ જન્મ આપ્યો હતો જ્યારે એમકે અલાગિરી, એમકે સ્ટાલિન, એમકે તમિલરાસુ અને પુત્રી સેલ્વી દયાલુ અમ્માલની સંતાનો છે. કરુણાનિધિની ત્રીજી પત્ની રજતી અમ્માલ કનિમોઝીની મા છે.

વિવાદો સાથે પણ રહ્યો સંબંધ, જઈ ચૂક્યા છે જેલ

વિવાદો સાથે પણ રહ્યો સંબંધ, જઈ ચૂક્યા છે જેલ

કરુણાનિધિનો વિવાદો સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. તેમણમે રામસેતુ પર સવાલ ઉઠાવ્યો હતો. સેતુસમુદ્રમ વિવાદના જવાબમાં કરુણાનિધિએ હિંદુઓના આરાધ્ય ભગવાન શ્રીરામના વજૂદ પર જ સવાલ ઉઠાવી દીધા હતા. તેમણ કહ્યુ હતુ, ‘લોકો કહે છે કે 17 લાખ વર્ષ પહેલા કોઈ વ્યક્તિ હતો, જેનુ નામ રામ હતુ. કોણ છે તે રામ? તે કઈ એન્જિનિયરીંગ કોલેજમાંથી ગ્રેજ્યુએટ હતા? શું એ વાતનો કોઈ પુરાવો છે?' તેમના આ સવાલ અને નિવેદન પર ઘણો હોબાળો થયો હતો.

લિટ્ટે સાથે સંબંધનો આરોપ

લિટ્ટે સાથે સંબંધનો આરોપ

રાજીવ ગાંધીની હત્યાની તપાસ કરતા જસ્ટીસ જૈન કમિશનની અંતરિમ રિપોર્ટમાં કરુણાનિધિ પર લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ) ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અંતરિમ રિપોર્ટે ભલામણ કરી કે રાજીવ ગાંધીના હત્યારાને પ્રોત્સાહન આપવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિ અને ડીએમકે પક્ષને જવાબદાર ગણવામાં આવે. અંતિમ રિપોર્ટમાં આવો કોઈ આરોપ શામેલ નહોતો. એપ્રિલ 2009 માં કરુણાનિધિએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી કે, ‘પ્રભાકરણ મારો સારો દોસ્ત છે' અને એમ પણ કહ્યુ કે ‘રાજીવ ગાંધીની હત્યા માટે ભારત એલટીટીઈને ક્યારેય માફ નહિ કરી શકે.'

English summary
DMK Chief M Karunanidhi Boigraphy in Hindi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X