• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરૂણાનિધીના પુત્ર સ્ટાલિનના ઘરે CBIના દરોડા

By Kumar Dushyant
|
stalin
ચેન્નઇ, 21 માર્ચ: કેન્દ્ર યુપીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધાના 24 કલાકમાં ડીએમકે નેતા કરૂણાનિધીના પુત્ર સ્ટાલિનના ઘરે સીબીઆઇએ રેડ પાડી છે. સીબીઆઇ કાર્યવાહીના ટાઇમિંગને લઇને કેટલાય પ્રશ્નો ઉદભવી રહ્યાં છે. મંગળવારે મોડી રાત્રે ડીએમકેએ યુપીએ સરકારમાંથી ટેકો પાછી ખેંચવા માટે રાષ્ટ્રપતિને ચિઠ્ઠી સોંપી હતી અને બુધવારે તેમના પાંચ મંત્રીઓએ વડાપ્રધાન મનમોહન સિંહને રાજીનામું આપી દિધું હતું. સ્ટાલિન ઘરે સીબીઆઇની ટીમની એન્ટ્રીના સમાચાર વાયુવેગે પ્રસરતાં તેમના ઘરની બહાર હજારો સમર્થકોનો જમાવડો જામી ગયો હતો અને નારેબાજી શરૂ થઇ ગઇ હતી. તેમનું કહેવું છે કે સમર્થન પાછું ખેંચી લેતાં કેન્દ્ર સરકાર સીબીઆઇના માધ્યમથી બદલો લેવા માટે કાર્યવાહી કરી રહી છે.

આ મામલો વિદેશી ગાડીઓની ખરીદી સાથે જોડાયેલો છે. આરોપ છે કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધીએ હમર ગાડીની આયાત પર ડ્યૂટી ચુકવી નથી. આ કેસની તપાસ ડીઆરઆઇ કરી રહી હતી. કહેવામાં આવે છે કે ડીઆરઆઇએ આ કેસમાં મદદ માટે સીબીઆઇને કહ્યું હતું. સીબીઆઇએ આ મુદ્દે ઝડપથી કેસ દાખલ કરીને રેડ પાડી હતી. જેથી અનેક પ્રકારના તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. સીબીઆઇએ લાંબાગાળાથી આ કેસમાં કોઇ કાર્યવાહી કરી ન હતી.

સીબીઆઇની ટીમ સવારે સાડા પાંચ વાગે સ્ટાલિનના ઘરે પહોંચી હતી અને તેમના બેડરૂમ સુધી પહોંચી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટાલિન પાસે હમરના કાગળો માંગ્યાં હતા. ગાડી ખરીદવા માટે પૈસા ક્યાંથી આવ્યા, તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઇની કાર્યવાહી બાદ એ નક્કી થઇ ગયું છે કે આજે સંસદમાં જોરદાર હંગામો થશે. ડીએમકેના સાંસદો આ મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, 2જી સ્પેક્ટ્રમ કેસમાં પણ ડીએમકેના નેતાઓ સંકટમાં છે. આ કૌભાંડમાં પણ સીબીઆઈ સક્રિય બને તેવી સંભાવના છે.

સ્ટાલિને કહ્યું હતું કે, આ સમગ્ર મામલાને કાયદાકીય રીતે પડકારવામાં આવશે. ડીએમકેએ આરોપ મુક્યો છે કે, સીબીઆઈનો સરકાર દ્વારા દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ કોંગ્રેસ દ્વારા સીબીઆઈનો ઉપયોગ થયો છે. વિપક્ષના આરોપોમાં તથ્ય છે કે, સીબીઆઈનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ થાય છે. સ્ટાલિનના કહેવા પ્રમાણે શા માટે રેડ કરવામાં આવી તે માલૂમ નથી.

English summary
The Central Bureau of Investigation (CBI) on Thursday raided DMK leader's Chennai residences, media reports said.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more