For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરુણાનિધિની તબિયતમાં સુધારો, આખી રાત હોસ્પિટલ બહાર કાર્યકર્તાઓની ભીડ

ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ તેમની હાલત સ્થિર છે. 94 વર્ષીય કરુણાનિધિની ખબર પૂછવા માટે દેશભરમાંથી તમામ નેતા હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

karunanidhi

રવિવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુએ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની સાથે કરુણાનિધિની ખબર પૂછવા હોસ્પિટલ ગયા હતા. વળી મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામી પોતાના કાર્યકર્તાઓ સાથે મોડી રાતે સલેમથી ચેન્નાઈ પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર પક્ષના કાર્યકર્તાઓની ભીડ જમા થઈ ગઈ છે. વળી, કરુણાનિધિના ઘરની બહાર પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ) થી પીડિત 94 વર્ષના કરુણાનિધિને બ્લડપ્રેશર ઓછુ થઈ જવાને કારણે શુક્રવારે મોડી રાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વિશેષ ડૉક્ટરોની પેનલ તેમની તેમનો ઈલાજ કરી રહી છે.

English summary
DMK patriarch M Karunanidhi's health condition is critical.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X