For Quick Alerts
For Daily Alerts
DMRCએ દિલ્હી મેટ્રો પોર્ન MMS કાંડમાં તપાસનો આદેશ આપ્યો
નવી દિલ્હી, 10 જુલાઇ : દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી)એ આજે જણાવ્યું છે કે તે મેટ્રો સ્ટેશન પર યુગલોના અંતરંગ સ્થિતિમાં પહોંચવાના કેટલીક વીડિયો ક્લિપ્સ કથિત રીતે લીક થઇને અશ્લીલ વેબસાઇટ્સ એટલે કે પોર્ન વેબસાઇટ્સ પર પહોંચી ગઇ હોવાની બાબતની તપાસ કરશે.
ડીએમઆરસીના કાર્યકારી નિર્દેશક (કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ) અનુજ દયાલે જણાવ્યું છે કે ડીએમઆરસી વાંધાજનક વીડિયો ક્લિપ્સ વિવિધ પોર્ન સાઇટ્સ પર પહોંચાડવાના કિસ્સા અંગે સઘન તપાસ કરશે. દિલ્હી મેટ્રો રેલ મેનેજમેન્ટે આ બાબતને ગંભીરતાથી લઇને આ અંગેની માહિતી દિલ્હી પોલીસની સાયબર શાકાને આપી છે.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે દળના જવાનો મેટ્રો સ્ટેશનો પર નિયંક્ષણ કક્ષોમાં કામ કરતા નથી. આવી સ્થિતિમાં તેમની પહોંચ વીડિયો ફુટેજ સુધી પહોંચવાની હોતી નથી. આ કારણે વીડિયો લીક કરવાનું કામ તેમનું નથી.