For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો ચીનને સંદેશ, LACની સ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ ન કરવી

ભારતે ગુરુવારે એક વાર ફરીથી લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર તણાવ માટે ચીનને જવાબદાર ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતે ગુરુવારે એક વાર ફરીથી લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર તણાવ માટે ચીનને જવાબદાર ગણાવ્યુ છે. ભારતે કહ્યુ છે કે લદ્દાખ સેક્ટરમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયામાં વિલંબથી ખબર પડે છે કે ચીનના પ્રયાસ કેટલા બિનજવાબદાર છે. વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ચીને ગંભીરતા સાથે ડિ-એસ્કલેશનની દિશામાં કામ કરવુ જોઈએ. સાથે જ તેણે એકપક્ષીય રીતે એલએસીની સ્થિતિમાં ફેરફારની કોશિશો ન કરવી જોઈએ.

indian army

વહેલી તકે જવાનોને પાછા હટાવવામાં આવે

વિદેશ મંત્રાલય તરફથી ગુરુવારે રૂટીન પ્રેસ બ્રીફિંગમાં એલએસી પર ચાલી રહેલ તણાવ વિશે વાત કહેવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, 'ચીને ગંભીરતાપૂર્વક ભારત સાથે મળીને બધા ભાગોમાં સંપૂર્ણ ડિસએન્ગેજમેન્ટ માટે કામ કરવુ જોઈએ જેમાં પેંગોંગ ઝીલ સાથે જ બૉર્ડરના વિસ્તારો પણ શામેલ છે.' અનુરાગ શ્રીવાસ્તવે સ્પષ્ટ કરી દીધુ છે કે ચીને દ્વિપક્ષીય સમજૂતી અને પ્રોટોકૉલ્સનુ પાલન કરવુ જોઈએ અને બૉર્ડરના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની દિશામાં કામ કરવુ જોઈએ.

LACનુ સમ્માન કરે ચીન

ભારત તરફથી ચીનને કહેવામાં આવ્યુ છે કે તેણે હાલમાં જ એ પરિણામોને અપનાવવા પડશે જેના પર મૉસ્કોમાં થયેલી રક્ષા અને વિદેશ મંત્રીઓની બેઠકમાં સંમતિ થઈ હતી. ભારતે એલએસીના બધા ટકરાવવાળા ક્ષેત્રોમાંથી વહેલી તરે જવાનોને પાછા હટાવવાન માંગ કરી છે. ભારત તરફથી આ વાત ચીની વિદેશ મંત્રાલય તરફથી આવેલા નિવેદન બાદ આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારત ખોટી રીતે આગળ વધી રહ્યુ છે અન તેણે જલ્દી તણાવ ઘટાડવા માટે પગલાં લેવા પડશે. અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, 'અમે આશા કરીએ છીએ કે ચીન કડકાઈથી એલએસીનુ સમ્માન કરશે અને આવનારા સમયમાં આની યથાસ્થિતિમાં ફેરફારની કોશિશ નહિ કરે.'

શું છે કૃષિ સંબંધી બિલ, જેના પર થઈ રહ્યો છે હોબાળો?શું છે કૃષિ સંબંધી બિલ, જેના પર થઈ રહ્યો છે હોબાળો?

English summary
Do not to try to change the status of the LAC, India's message to China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X