For Quick Alerts
For Daily Alerts
'જો આવી મેડિકલ કંડીશન હોય તો કોવેક્સીન ન લેવી...' ભારત બાયોટેકે જાહેર કરી ફેક્ટ શીટ
Covaxin developer Bharat Biotech advised through a Factsheet: ભારતમાં કોરોના વાયરસના વેક્સીનેશન અભિયાન (Coronavirus Vaccination)ની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ ચૂકી છે. ભારત સરકારે બે વેક્સીનને ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવિશીલ્ડ વેક્સીન અને કોવેક્સીન. આનાથી ભારત બાયોટેક દ્વારા વિકસીત કરવામાં આવેલ રસી કોવેક્સીનની ટ્રાયલ ત્રીજા તબક્કામાં ચાલુ છે જેને ધ્યાનમાં રાખીને હવે કંપનીએ વેક્સીન લગાવનારા લોકો માટે ફેક્ટ શીટ જાહેર કરી છે. જેમાં ભારત બાયોટેકે મેડિકલ કંડીશન અને સાવચેતીઓનુ પાલન કરવા માટે કહ્યુ છે. ભારત બાયોટેકે કહ્યુ છે કે એવા લોકો કોવેક્સીન ન લગાવે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે.
ભારત બાયોટેકે ફેક્ટ શીટમાં કોવેક્સીન વિશે શું શું કહ્યુ છે?
- કોવેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેકે વિસ્તારપૂર્વક ફેક્ટ શીટ જાહેર કરીને કહ્યુ છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને કોવેક્સીન ન લગાવવાની સલાહ આપવામાં આવે છે.
- ભારત બાયોટેકે કહ્યુ કે જે લોકોને પહેલેથી કોઈ એલર્જી કે પછી કોઈ દવાનુ સેવન કરી રહ્યા હોય તો તે પણ કોવેક્સીન ન લગાવે.
- ભારત બાયોટેકે બ્લીડીંગ ડિસઑર્ડરવાળા લોકોને પણ વેક્સીન ન લગાવવાની સલાહ આપી છે.
- ભારત બાયોટેકે કહ્યુ છે કે જે લોકો કોઈ ગંભીર બિમારીથી ગ્રસિત હોય, તાવ કે કોઈ પ્રકારની એલર્જીનો ઈતિહાસ હોય તો તે પણ કોવેક્સીન ન લગાવે.
- ભારત બાયોટેકે ગર્ભવતી કે બાળકોને દૂધ પીવડાવનાર મહિલાઓને કોવેક્સીન ન લગાવવાની સલાહ આપી છે.
- ભારત બાયોટેકે કહ્યુ છે કે જો વેક્સીન લગાવનારમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાય તો તેના પ્રતિકૂળ પ્રભાવ તરીકે નોંધવુ જોઈએ.
કોરોના વેક્સીન વિતરણ અંગે WHO નારાજ, જાણો શું કહ્યુ