For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24X7 પાવર સ્પાલાય મોદી સરકાર કેવી રીતે આપશે? વાંચો અહીં

ઉદય યોજના ધીરે ધીરે પોતાના કામમાં સફળતા મેળવી રહી છે. ત્યારે જાણો કેવી રીતે મોદી સરકાર ગામે ગામ વિજળી પહોંચાડવા માટે પગલાં લઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

ભાજપ જે દિવસથી સત્તામાં આવી છે તે દિવસથી ગામે ગામ વિજળી આપવાની વાત કરે છે. આવી વાતો આ પહેલાની પણ સરકારો કરી ચૂકી છે. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની 15મી ઓગસ્ટના ભાષણમાં આ અંગે કહી ચૂક્યા છે. પણ તે વાત સમજવા જેવી છે કે સરકાર આ માટે પૈસા કેવી રીતે ભેગા કરશે? અને કેવી રીતે આમાં રોકાણ કરશે? ત્યારે જો સમગ્ર ભારતમાં ગામે ગામ 24 કલાક વિજળીની વાત કરવી હોય તો તે સપનાને સાકાર કરવા માટે મોટી સંખ્યામાં રોકાણ જોઇએ. ત્યારે આવો તમને જણાવીએ આ માટે મોદી સરકાર અને પાવર મંત્રાલયનો શું પ્લાન છે?

bijali

સ્માર્ટ મિટરિંગ
ઊર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. એ. કે.વર્માએ જણાવ્યું કે કોલસા આધારિત અને અક્ષય ઊર્જા જેવા ક્ષેત્રોમાં 2030 સુધી પાવર સેક્ટર લગભગ 1 બિલિયન ડોલરના રોકાણને આકર્ષિત કરશે. આઇઇએ મુજબ ભારત ટ્રાંસમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશનમાં લગભગ 845 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે. આવનારા 10 વર્ષમાં સ્માર્ટ મિટરિંગ, વિતરણ, સ્વચાલન, બેટરી ભંડારણ પર લગભગ 2.9 લાખ કરોડ રૂપિયા ખર્ચવાનો વિચાર છે. 45,000 મેગાવોટ ક્ષમતાથી વધુ થર્મલ પોર્ટફોલિયો માટે 4.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

વિજળી કંપની
ઉદય યોજના હેઠળ વિજળી વિતરણ કંપનીઓનો વૈધાનિક સુધારણા સાથે તેમનો પુર્ણોદ્ધાર કરવામાં આવશે. સાથે જ વિજળી વિતરણ કંપનીઓની સમસ્યાનું સ્થાઇ રૂપે સમાધાન આવે તે અંગે પણ પગલાં લેવામાં આવશે. આ યોજનાથી તમામ લોકોને 24 કલાકની સસ્તી અને સુવિધાજનક વિજળી ઉપયોગી કરાવવામાં આવશે. 05 નવેમ્બર 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.

ઉજાલા યોજના
ઉજાલા યોજનાની ગુજરાત સમેત અનેક રાજ્યોમાં મોટા પ્રમાણમાં રોશની લાવી રહી છે. મોદી સરકારે વિજળી ઉત્પાદન, વિતરણ અને ગામમાં વિજળી આપવાના અભિયાનની સાથે જ વિજળીની બચત અને ઓછી ઊર્જા ઉપયોગમાં લેનાર LED બલ્બ લગાવવાની યોજના પર પણ કામ કરી રહી છે. 23 માર્ચ 2017 સુધીમાં દેશભરમાં 22 કરોડ 5 લાખ 88 હજાર 510 LED બલ્બ લગાવવામાં આવ્યા છે. જેનાથી વાર્ષિક 2,864.7 કરોડ KWh ઉર્જા અને 11 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે. વળી દર વર્ષે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં પણ 2 કરોડ 30 લાખ ટનનો ઘટાડો થયો છે.

English summary
'UDAY Analysts Meet Mar-2017'-UDAY scheme has been instrumental in transforming the power sector by reviving DISCOMs and enabling the State Govts. to provide uninterrupted quality Power for All.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X