દિલ્હીમાં ડોક્ટરે કરી આત્મહત્યા, આપના ધારાસભ્ય સહિત 2 આરોપીઓની પુછપરછ ચાલુ
દિલ્હીમાં એક ડોકટર દ્વારા આત્મહત્યા કર્યાં બાદ તેને આત્મહત્યા માટે ઉકસાવવા અને અપહરણ કરવાના આરોપસર દિલ્હી પોલીસે શનિવારે સાંજે આમ આદમી પાર્ટી (આપ) ના દેવળી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ જારવાલની ધરપકડ કરી હતી. ડીસીપી દક્ષિણ અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આ કેસમાં 'આપ' ધારાસભ્ય સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રારંભિક પૂછપરછમાં આરોપી ધારાસભ્ય પ્રકાશ જરવાલે કહ્યું હતું કે મારા ઉપર લાગેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે, મેં તેની સાથે એક વર્ષમાં વાત કરી નહોતી. દિલ્હીની સાકેત કોર્ટે દેવના વિધાનસભા મત વિસ્તારના આપના ધારાસભ્ય પ્રકાશ જરવાલ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કોરોના સંકટમાં ડોક્ટરને આપઘાત કરવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. બીજી તરફ, ધારાસભ્યએ કોર્ટ પર આગોતરા જામીન માટે અરજી કરી હતી, તેની સામેના આરોપોને ખોટા ગણાવી હતી, જેના પર કોર્ટ મંગળવારે સુનાવણી કરશે.
બિમારીની અફવા પર અમિત શાહે કર્યું ટ્વીટ, કહ્યું કેટલાક લોકોએ મારા મૃત્યુ માટે માંગી દુઆ