• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડોક્ટરનો નવો ખુલાસોઃ આરુષિ પર થયો'તો રેપનો પ્રયત્ન

|
Google Oneindia Gujarati News
નોએડા, 23 માર્ચઃ દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં હવે નવો ખુલાસો થયો છે. આરુષિ હત્યાકાંડમાં હવે સેક્સ એન્ગલ પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાં જે નિવેદન સામે આવી રહ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે હેમરાજે મોત થયું તે પહેલા આરુષિ તલવાર સાથે બળાત્કાર અથવા સેક્સનો પ્રયત્ન કર્યો હતો.

ખરેખર આ હત્યાકાંડ મામલે હેમરાજનું પાસ્ટમોર્ટમ કરનારા ગૌતમબુદ્ધનગર જિલ્લા હોસ્પિટલના ડોક્ટર નરેશ રાજે આપેલા નિવેદનથી આ કેસમાં નવો ખુલાસો થયો છે. ડોક્ટર નરેશ રાજે કહ્યું છે કે હેમરાજના પ્રાઇવેટ પાર્ટમાં સોજો હતો. આવું માત્ર બે કારણથી થઇ શકે છે, મરતા પહેલા તે સેક્સ કરી રહ્યો હોય અથવા તો કરવાનો હોય. ડોક્ટરના આ નિવેદનથી કેસમાં નવો વળાંક આવી ગયો છે. સીબીઆઇ તેની તપાસ કરી રહી છે. મામલાની આગામી સુનાવણી માટે કોર્ટે 25 માર્ચની તારીખ નક્કી કરી છે.

પોતાના નિવેદનમાં ડોક્ટર નેરેશ રાજે જણાવ્યું કે હેમરાજના મૃતદેહ પર ઇજાના નિશાન હતા. ડાબી કોણી પર પણ ઇજાના નિશાન હતા ગળું પણ બાજૂમાંથી કપાયેલું હતું. જો કોઇ ધારદાર સખત વસ્તુથી જ બની શકે છે. નોંધનીય છે કે જ્યારે ઘરમાં આરુષિનો મૃતદેહ મળ્યો હતો તે વખતે તેના શરીર પર કપડાં નહોતા.

English summary
The doctor, who conducted post-mortem examination on the body of Hemraj, deposed before a special CBI court. He said that Hemraj private parts had swelling at that time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X