For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉક્ટરોનો કરિશ્મા! 4 વર્ષની માસૂમની ખોપડીનું કર્યુ ટ્રાન્સપ્લાન્ટ

મહારાષ્ટ્રના પૂણેમાં 4 વર્ષની એક બાળકીની ખોપડી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. એક રોડ અકસ્માતમાં બાળકીનું માથુ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયુ હતુ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પૂણેમાં 4 વર્ષની એક બાળકીની ખોપડી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. એક રોડ અકસ્માતમાં બાળકીનું માથુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયુ હતુ. ત્યારબાદ બાળકીની ખોપડીને ડૉક્ટરોએ એક 3ડી પોલિથિલીન બોનથી સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યુ. આ પોલિથિલીન બોનને અમેરિકાની એક કંપનીએ ખાસ બાળકીના ખોપડીના આકારને જોઈને ડિઝાઈન કર્યુ હતુ. ચાર વર્ષની આ બાળકીનું આ ઓપરેશન દેશનું પહેલુ સફળ ટ્રાન્સપ્લાન્ટ ગણાવવામાં આવી રહ્યુ છે.

skull transplant

પૂણેમાં રહેતી એક બાળકીનું ગયા વર્ષે મે માં એક રોડ અકસ્માતમાં માથુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયુ હતુ. તે વખતે બાળકીને બે સર્જરી કરવામાં આવી હતી. જે ઘણી મુશ્કેલ હતી. આ સર્જરી બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. પરંતુ બાળકીને આરામ નહોતો. આ ચાર વર્ષની બાળકીને સ્કલ ટ્રાન્સપ્લાન્ટ માટે ફરીથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધીઆ પણ વાંચોઃ યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી

બાળકીની શરૂઆતમાં ટ્રીટમેન્ટ કરનારા ડૉક્ટર જિતેન્દ્ર ઓસ્વાલે જણાવ્યુ કે તેને બેભાનાવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બાળકીના માથામાંથી ઘણુ લોહી વહી રહ્યુ હતુ. તેને તરત જ વેંટીલેટર સપોર્ટ પર રાખી દેવામાં આવી. સીટી સ્કેનથી માલુમ પડ્યુ કે ખોપડીની રીયર બોનમાં ફ્રેક્ચર અને સોજો છે. બાળકીની ખોપડીનો પાછળનો ભાગ તૂટીને અંદર ધસી ગયો હતો. તે વખતે ડૉક્ટરોએ બે મુશ્કેલ સર્જરીઓ કરી હતી. ત્યારબાદ આ બાળકીને ફરીથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી અને 18 મે ના રોજ તેની ખોપડીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ. કોથુર્ડમાં રહેતી બાળકીના પિતા સ્કૂલ બસ ચલાવે છે અને માતા ગૃહિણી છે. બાળકીની મા એ કહ્યુ કે તે હવે સ્કૂલે જઈ રહી છે અને દોસ્તો સાથે રમે છે. બાળકી હવે પહેલાની જેમ ખુશ છે. આ ઓપરેશનને દેશનું પહેલુ સ્કલ ટ્રાન્સપ્લાન્ટ ગણાવવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીનું રાજીનામુ, ટ્રમ્પે સ્વીકાર્યુઆ પણ વાંચોઃ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીનું રાજીનામુ, ટ્રમ્પે સ્વીકાર્યુ

English summary
Doctors Transplant Skull Of A 4-Year-Old Girl In Pune, Said To Be India's First Skull Transplant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X