ચીનની ઘૂસણખોરી માનતા દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટમાંથી ગાયબ!
સંરક્ષણ મંત્રાલયે એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે મે મહિનાની શરૂઆતમાં પૂર્વ લદ્દાખમાં ચીને ઘૂસણખોરી કરી હતી. મંગળવારે મંત્રાલયની વેબસાઈટ પર ન્યૂઝ સેક્શન પર અમુક દસ્તાવેજોમાં આ વિશે અધિકૃત પુષ્ટિ થઈ રહી હતી. પરંતુ એનડીટીવીની માનીએ તો બે દિવસ બાદ આ ડોક્યુમેન્ટ્સ વેબસાઈટ પરથી ગાયબ હતા. પેજ મિસિંગ છે અને લિંક હવે નથી ખુલી રહી. હાલમાં આના પર હજુ સુધી સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.
17-18 મેના રોજ થઈ ઘૂસણખોરી
સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટના જણાવ્યા મુજબ 'લાઈન ઑફ કંટ્રોલ (એલએસી) પર સતત ચીનની આક્રમકતા વધી રહી છે અને 5 મે 2020ના રોજ ગલવાન વેલીમાં ખાસ કરીને આમાં વધારો થયો છે. ચીન તરફથી કુંગરાંગ નાળા, ગોગરા અને પેંગોંગ ત્સોના ઉત્તર કિનારે 17 અને 18મેના રોજ ઘૂસણખોરી કરવામાં આવી હતી.' આ ડોક્યુમેન્ટ્સ ચાઈનીઝ અગ્રેશન ઑન એલએસીના ટાઈટલ સાથે વેબસાઈટ પર હાજર હતા. વેબસાઈટના વ્હાઈટ ન્યૂ સેક્શનમાં તેને જોઈ શકાતુ હતુ. ડોક્યુમેન્ટ્સમાં કહેવામાં આવ્યુ હતુ કે ચીન સાથે સતત વાતચીત ચાલુ છે જેથી બંને તરફ સ્થિતિ સામાન્ય બનાવી શકાય. કોર કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ પણ આ વિશે છ જૂને થઈ.
મંત્રાલયે માન્યુ ટકરાવ લાંબો ચાલશે
ત્યારબાદ આમાં લખ્યુ છે, 'પરંતુ 15 જૂને બંને પક્ષો વચ્ચે ટકરાવ હિંસક થઈ ગયો અને આના કારણે બંને તરફના સૈનિકોના મૃત્યુ થયા.' વળી, આ ડોક્યુમેન્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે કોર કમાંડર સ્તરની બીજી વાતચીત 22 જૂને થઈ હતી. આમાં ડિ-એસ્કેલેશનની રીત પર ચર્ચા થઈ હતી. મંત્રાલયે કહ્યુ છે, 'સૈન્ય અને રાજનાયિક સ્તર પર વાતચીત અને એન્ગેજમેન્ટ ચાલુ છે અને હજુ પરસ્પર રીતે સ્વીકાર્ય પરિણામ પર પહોંચવાનુ બાકી છે, એવુ લાગે છે કે વર્તમાન ટકરાવ લાંબો ચાલશે.' મંત્રાલયે એ વાત પણ માની છે કે પૂર્વ લદ્દાખમાં ચીન તરફથી એકપક્ષીય આક્રમકતા ખૂબ જ સંવેદનશીલ બની છે અને આના પર બારીકાઈથી નજર રાખવાની જરૂર છે.
બાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે ખાનગી શાળાઓ, અદાલતે આપી મંજૂરી