For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોંગ્રેસ આલાકમાન નક્કી કરે છે સીએમ કેન્ડિડેટ?

શું કોંગ્રેસ આલાકમાન નક્કી કરે છે સીએમ કેન્ડિડેટ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે, આ વિશે વિચાર-વિમર્શ કાલ રાત સુધી ચાલતો રહ્યો. કાલે દિવસભર ચાલેલ માથાકૂટ બાદ મધ્ય પ્રદેશ માટે કમલનાથને ચૂંટવામાં આવ્યા, જેઓ હવે ત્યાંની કમાન સંભાળશે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢ માટે મુખ્યમંત્રીનું નામ આજે નક્કી થઈ જશે. જો કે મુખ્યમંત્રીઓની પસંદગી પ્રક્રિયાથી લઈને ચૂંટણી પરિણામના બે દિવસ બાદ પણ કોંગ્રેસ પોતાના જીતેલ રાજ્યો માટે સીએણનું નામ કાઢી ન શકી.

rahul gandhi

જ્યારે કોઈ પાર્ટી ચૂંટણી પહેલા પોતાના મુખ્યમંત્રીનું નામ નથી દેતી તો પાર્ટીએ બાદમાં આવી રીતે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. કોંગ્રેસે કોઈપણ વ્યક્તિની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનું નામ ઘોષિત નહોતું કર્યું. ભાજપને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ આવી રીતે જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટી મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યા વિના જ મેદાનમાં ઉતરી હતી. જે બાદ અંતિમ વિકલ્પ સુધી પહોંચવામાં લાંબો સમય લાગી ગયો હતો.

પાર્ટીના મુખ્યમંત્રીનું નામ સામાન્ય રીતે ધારાસભ્યો દ્વારા પસંદ કરવામાં આવે છે. આ એક એવી પ્રક્રિયા છે, જેમાં પાર્ટી આલાકમાન પોતાના ધારાસભ્યોને સીએમ ઉમેદવાર વિશે પૂછે છે અને આ માટે ગુપ્ત મતદાન કરવા માટે પણ કહેવામાં આવે છે.

મહારાષ્ટ્રની પરિસ્થિતિઓને યાદ કરીએ તો બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઉભરી આવી હતી, પરંતુ તે પણ સીએમ કેન્ડિડેટ વિના. એ સમયે નિતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ જેવા બે દિગ્ગજ નેતાનાં નામ આવી રહ્યાં હતાં. શિવસેના ઈચ્છી રહી હતી કે ગડકરી સીએણ બને અને ભાજપ ફડણવીસને મહારાષ્ટ્રની સત્તા સોંપવા માંગી રહી હતી. આખરે દિલ્હીથી રાજનાથ સિંહ અને જેપી નડ્ડા મુંબઈ પહોંચ્યા અને ધારાસભ્યોનો મંતવ્ય લઈને ફડણવીસ પર અંતિમ મહોર લગાવાઈ.

યુપીમાં ભાજપ વિના સીએમ કેન્ડિડેટના જ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જો કે, રાજનાથ સિંહને ચૂંટણીથી એકદિવસ પહેલા પૂછવામાં આવ્યું હતું કે શું તમને સીએમ ચહેરો બનાવીને લડાવવામાં આવે, તો તેમણે ના પાડતાં કહ્યું કે સીએમ કેન્ડિડેટના નામ વિના જ ચૂંટણી લડવામાં આવે. રિપોર્ટ્સ મુજબ ઉત્તર પ્રદેશ જીત્યા બાદ મુખ્યમંત્રી પદ માટે પાર્ટીની અંદર સર્વે થયો, જે બાદ યોગી પર જઈને મોહર લગાવવામાં આવી હતી.

આવી રીતે કોંગ્રેસ આલાકમાન પણ પાર્ટી મેમ્બર્સને પૂછીને અને જીતતાં રાજ્યના ધારાસભ્યોની સલાહ લઈ અથવા સર્વે દ્વારા સીએમ કેન્ડિડેટ ઘોષિત કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન પાર્ટીએ આંતરિક ઝઘડાઓમાંથી પણ પસાર થવું પડતું હોય છે, પરંતુ આખરે એક કેન્ડિડેટ નક્કી કરી લેવામાં આવે છે.

આ પણ વાંચો- CM નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયકઃ કોંગ્રેસ પ્રવક્તાનું વિવાદિત નિવેદન

English summary
Does only Congress high command decide on CM candidate?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X