• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસ વિધાયકે કરી દીધી મહિલાઓના પહેરવેશ પર ટિપ્પણી

|

ગુડગાંવ, 24 માર્ચ: એકબાજુ દેશ મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતિત છે તો બીજી બાજુ આપણા નેતાઓ ભાષાનો વિવેક ભૂલીને મહિલાઓ પર ટિપ્પણી કરવામાં ખચકાતા નથી. ગુડગાંવમાં એક કોંગ્રેસ વિધાયકે ખુલ્લેઆમ એક મહિલા સાથે ગેરવર્તણૂક કરી. ભારતીય મહિલા કબડ્ડી ટીમની કોચ સુનીલ ડબાસના પહેરવેશને લઇને કોંગ્રેસી નેતાએ ટીપ્પણી કરી વિવાદ સર્જ્યો છે.

જોકે ગુડગાંવના બાદશાહપૂર વિધાનસભામાંથી કોંગ્રેસી વિધાયક ધર્મપાલ એક સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. સમારંભમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય મહિલા કબડ્ડી ટીમની કોચ સુનીલ ડબાસ પણ હાજર હતી.

આ વિધાયકે સુનીલ ડબાસ સાથેની મુલાકાત દરમિયાન સુનીલે પહેરેલી જીન્સ અને શર્ટ ઉપણ ટોણો મારતા જણાવ્યું 'આપ ખેલાડી તો સારી છે પરંતુ કપડા પણ સારા પહેરો, તમારે તો સાડી અથવા શૂટ પહેરવું જોઇએ નહીં કે જીન્સ.'

વિધાયકની વાતનું આ મહિલા કોચને એટલું લાગી આવ્યું કે તે સ્ટેજ પર જ બેભાન થઇ ગઇ. ત્યારબાદ તેણીને હોસ્પિટલભેગી કરવામાં કરવામાં આવી. કોચના બેભાન થયા બાદ કોલેજના વિદ્યાર્થીઓએ વિધાયક સામે નારેબાજી શરૂ કરી દીધી.

બાદમાં પરિસ્થિતિની ગંભીરતાને જોઇને કોંગ્રેસી વિધાયક ધર્મપાલે મહિલા કોચની માફી માંગી લીધી અને જણાવ્યું કે તેમણે આ વાત ખુબ જ સહજ ભાવે કહી હતી, તેની પાછળ તેમનો કોઇ ખોટો ધ્યેય ન્હોતો. જોકે તેમના નિવેદન અંગે ભારે વિવાદને તેમણે રાજનૈતિક કાવતરૂ ગણાવી દીધું.

English summary
Dronacharya awardee and national-level Kabaddi coach Sunil Dabas on Friday fainted and fell down from the dais, apparently after hearing a remark on her attire by a Congress MLA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X