For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST પ્રમોટ ન કરવાની કોંગ્રેસ નેતાની સલાહ, બિગ બીએ આપ્યો જવાબ

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે અભિનેતા અમિતાભ બચ્ચનને જીએસટીનો પ્રચાર ન કરવાની સલાહ આપી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જીએસટીનો પ્રચાર ન કરાવની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર જે રીતે જીએસટી લાગુ કરવા જઇ રહી છે, એનાથી વેપારીઓ રોષે ભરાયા છે અને તેઓ જીએસી વિરુદ્ધ પ્રદર્શન કરનાર છે. આવામાં અમિતાભ બચ્ચને જીએસટીનો પ્રચાર ન કરવો જોઇએ. તેમણે જીએસટીના પ્રચારને 'મુર્ખામીભર્યું કામ' ગણાવ્યું છે.

સંજય નિરૂપમે આ અંગે ટ્વીટ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જીએસટીના પ્રચાર માટે અમિતાભની બચ્ચનની મદદ લીધી છે. આ માટે અમિતાભે 40 સેકન્ડની એક જાહેરાતનું શૂટિંગ પણ કર્યું છે. ન્યૂઝ 18ના અહેવાલો અનુસાર અમિતાભ બચ્ચનનું કહેવું છે કે, હું જીએસટીનો બ્રાન્ડ એમ્બેસેડર નથી. મેં માત્ર જીએસટી માટે એક જાહેરાતનું શૂટિંગ કર્યું છે અને આ માટે મેં કોઇ પૈસા નથી લીધા.

amitabh bachchan

સંજય નિરુપમ અને તેમની વાતના સમર્થનમાં થયેલ ટ્વીટનો અમિતાભ બચ્ચને પણ ખૂબ નમ્રતાપૂર્વક ટૂંકો ને ટચ જવાબ આપ્યો છે.

કોંગ્રેસ નેતા નગમાનું પણ કહેવું છે કે, અમિતાભ બચ્ચને દરેક મામલમાં સહભાગી ન થવું જોઇએ. કોંગ્રેસ નેતાઓના આવા નિવેદનને ભાજપના પ્રવક્તા શાયના એનસીએ હાસ્યાસ્પદ ગણાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે, ભાજપ જીએસટીને વધુ સારું બનાવવા માટે કામ કરતું રહેશે.

ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન જીએસટીનો પ્રચાર કરતા જોવા મળશે. આ અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. અમિતાભ બચ્ચને એક 40 સેકન્ડનો વીડિયો શૂટ કર્યો છે, જેમાં તે જીએસટીની ખૂબીઓ જણાવતાં નજરે પડશે. નાણા વિભાગ દ્વારા એક વીડિયો ટ્વીટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોમાં અમિતાભ કહી રહ્યાં છે, 'જીએસટી માત્ર એક ટેક્સ નથી, પરંતુ દેશના બજારને એક સૂત્રમાં બાંધવાની એક પહેલ છે. જીએસટી, એક દેશ, એક ટેક્સ.' ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) 1 જુલાઇથી લાગુ થનાર છે. મોદી સરકારે સમગ્ર દેશમાં આ નવી કર વ્યવસ્થા લાગુ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.

English summary
A Congress leader has taken a serious objection to Amitabh Bachchan for being a brand ambassador of GST video, calling the promotion of GST as 'foolish act'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X