For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ ઇબ્રાહીમ ક્યાં છે ખબર નથી: કેન્દ્ર સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

daud-ibrahim
નવી દિલ્હી, 7 મે: કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. ગૃહ રાજ્ય મંત્રી મુલ્લાપલ્લી રામચંદ્રને લોકસભામાં રમા દેવીના પ્રશ્નના લેખિત જવાબમાં આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમ 1993ના મુંબઇના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં વાંછિત છે અને એક રેડ કોર્નર નોટિસ તેના વિરૂદ્ધ જાહેર કરવામાં આવી છે.

તેમને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ તેના વિરૂદ્ધ એક વિશેષ નોટીસ જાહેર કરી છે. રામચંદ્રને જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમનો હજુ કોઇ પત્તો લાગ્યો નથી. આરોપીની જાણ થતાં તેના આત્મસમર્પણની પ્રક્રિયા કરવામાં આવશે.

English summary
Central Government Say Don't know where is Daud in lok sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X