For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિંતા ન કરો, મુસ્લિમોની વસ્તી નથી વધી રહી, ધાર્મિક અસંતુલન પર ઓવૈસીએ આપ્યું નિવેદન

હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ચિંતા ન કરો, મુસ્લિમોની વસ્તી વધી રહી નહીં, પરંતું ઘટી રહી છે. અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, જુઓ, એ લોકો કહે છે વસ્તી વધારા પર કાબૂ કરવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના ધાર્મિક અસંતુલનવાળા નિવેદન પર એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ચિંતા ન કરો, મુસ્લિમોની વસ્તી વધી રહી નહીં, પરંતું ઘટી રહી છે. અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, જુઓ, એ લોકો કહે છે વસ્તી વધારા પર કાબૂ કરવાની જરૂર છે, પરંતું મુસલમાનોની આબાદી વધી નહીં ઘટી રહી છે. એટલે અમારા પર આંગળી ઉઠાવવાનું બંધ કરો.

Owaisi

અસદુદ્દીન ઓવૈસી જણાવે છે કે, તમારી વસ્તીમાં સૌથી વધુ વધારે થયો છે, અન્ય કોઈની વસ્તીમાં નહીં. એક પછી એક બાળકને જન્મ આપવા વચ્ચેનું અંતર ઘણું બોલે છે, કોણ આ સૌથી વધુ કરી રહ્યું છે, તમે જાણી લો કે, કોણ સૌથી વધુ કોન્ડોમ વાપરે છે, અમે મુસ્લિમ વાપરીએ છીએ. મોહન ભાગવત આ અંગે કંઈ કહેશે નહીં. તમે બોલો છો, વસ્તી વધી રહી છે, તો જણાવો કે ક્યાં વધી રહી છે, ભાગવત સાહેબ, તમે તમારો ડેટા રાખો અને વાત કરો.

આ અગાઉ પણ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારના રોજ આરએસએસના વડા મોહન ભાગવતની વસ્તી નીતિ પરની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વસ્તી નિયંત્રણની કોઈ જરૂર નથી. કારણ કે, દેશ પહેલાથી જ રિપ્લેસમેન્ટ રેટ હાંસલ કરી ચૂક્યો છે.

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, જો હિંદુઓ અને મુસ્લિમોમાં "સમાન ડીએનએ" છે, તો અસંતુલન ક્યાં છે? વસ્તી નિયંત્રણની જરૂર નથી. કારણ કે, આપણે પહેલાથી જ રિપ્લેસમેન્ટ રેટ હાંસલ કરી લીધો છે. મુસ્લિમોએ પ્રજનન દરમાં સૌથી તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે.

મોહન ભાગવતે નાગપુરમાં સંઘની દશેરા રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારતે વ્યાપક વિચાર-વિમર્શ બાદ વસ્તી નીતિ બનાવવી જોઈએ અને તે તમામ સમુદાયો માટે સમાન રીતે લાગુ થવી જોઈએ.

English summary
Dont worry, Muslim population is not increasing, says Owaisi on religious imbalance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X