For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂરદર્શનની ટીમ પર નક્સલીઓનો હુમલો, કેમેરામેન સહિત 3 ના મોત

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ દૂરદર્શનની ટીમ પર હુમલો કર્યો છે. જાણકારી મુજબ આ હુમલામાં દૂરદર્શનના કેમેરામેનનું મોત નીપજ્યુ છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ દૂરદર્શનની ટીમ પર હુમલો કર્યો છે. જાણકારી મુજબ આ હુમલામાં દૂરદર્શનના કેમેરામેનનું મોત નીપજ્યુ છે. વળી, આ હુમલામાં બે સુરક્ષાકર્મી પણ શહીદ થઈ ગયા છે. જાણકારી મુજબ દૂરદર્શન સાથે જોડાયેલા લોકો એક કાર્યક્રમ માટે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ગયા હતા જ્યાં કેટલાક નક્સલી તેમને મળ્યા. તેમણે એમની પૂછપરછ કરી. જ્યારે તેમને માલુમ પડ્યુ કે આ દૂરદર્શન સાથે જોડાયેલા છે ત્યારે તેમણે તેમના પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક કેમેરામેનનું મોત થઈ ગયુ છે. હુમલામાં બે સુરક્ષાકર્મીઓના પણ જીવ ગયા. નક્સલી હુમલામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ શું છે ગ્રીન ફટાકડા અને સુપ્રીમ કોર્ટે કેમ કર્યો તેનો ઉલ્લેખ?આ પણ વાંચોઃ શું છે ગ્રીન ફટાકડા અને સુપ્રીમ કોર્ટે કેમ કર્યો તેનો ઉલ્લેખ?

ઈલાજ માટે લઈ જઈ રહ્યા હતા જવાન, રસ્તામાં કેમેરામેને તોડ્યો દમ

ઈલાજ માટે લઈ જઈ રહ્યા હતા જવાન, રસ્તામાં કેમેરામેને તોડ્યો દમ

દંતેવાડાના અધિક એસપી ગોરખનાથ બઘેલે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ કે કેમેરામેન ખૂબ જ ગંભીર અવસ્થામાં હતા. તેમને પ્રાથમિક ચિકિત્સા માટે જવાન લઈ જઈ રહ્યા હતા કે તેમણે દમ તોડી દીધો. તેમના જણાવ્યા મુજબ ઘટના સ્થળ માટે હેલીકોપ્ટર અને સુરક્ષાબળોની કંપનીઓ રવાના કરી દેવામાં આવી છે. અરનપુરમાં થયેલી આ ઘટનામાં બીજા પણ સ્થાનિક લોકોના ઘાયલ થવાના સમાચાર છે. આ હુમલા વિશે ડીઆઈજી પી સુંદરરાજને જણાવ્યુ કે અરનપુરમાં નક્સલીઓએ ઘાત લગાવીને અમારા ગ્રુપ પર હુમલો કર્યો. આ હુમલામાં અમારા બે જવાન શહીદ થઈ ગયા.

વિધાનસભા ચૂંટણી પહેલા મોટી ઘટનાને અંજામ આપીને ધાક જમાવવા ઈચ્છે છે નક્સલી

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ નક્સલીઓ મોટી ઘટનાને અંજામ આપીને પોતાની ધાક બતાવવા ઈચ્છે છે. આ પહેલા શનિવારે નક્સલીઓ દ્વારા કરાયેલા આઈડી બ્લાસ્ટમાં ચાર જવાન શહીદ થઈ ગયા હતી. નક્સલીઓએ રવિવારે ફરીથી વિસ્ફોટ કર્યો. સુરક્ષાબળોને નુકશાન પહોંચાડવા માટે નક્સલી સીરિયલ બ્લાસ્ટ કરવા ઈચ્છતા હતા જેના માટે પાંચ-પાંચ કિલોગ્રામના બોમ્બ લગાવી રાખ્યા હતા. પહેલા જ ધમાકામાં સતર્ક થઈ ગયેલા જવાનોએ ઘટના સ્થળેથી ચાર જીવતા બોમ્બ મેળવીને નષ્ટ કરી દીધા. બીએસએફ કમાન્ડન્ટ આર જે હંસદાએ જણાવ્યુ કે રવિવારે સવારે કાંકેર જિલ્લામાં ભૂસકી સ્થિત બીએસએફ 175મી બટાલિયન કેમ્પથી માત્ર 500 મીટર દૂર પખાંજૂર માર્ગ પર વિજળીના ટાવર પાસે નક્સલીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યા. નક્સલીઓએ અહીં સીરિયલ બ્લાસ્ટ માટે બોમ્બ પ્લાન્ટ કરી રાખ્યા હતા. સતર્ક જવાનોએ પ્લાન્ટ કરાયેલ બોમ્બમાંથી બેને ઘટના સ્થળે જ નષ્ટ કર્યા જ્યારે બેને બીએસએફની ડીએસ ટીમે ડિફ્યુઝ કરી દીધા. આ કુકર બોમ્બ 5-5 કિલોગ્રામના હતા.

મતદાન માટે ચૂંટણી અધિસૂચના પ્રકાશિત કરવામાં આવી ચૂકી છે

છત્તીસગઢમાં પહેલા ચરણમાં અને બીજા ચરણમાં મતદાન માટે ચૂંટણી અધિસૂચના પણ પ્રકાશિત કરવામાં આવી ચૂકી છે. પહેલા ચરણમાં 18 વિધાનસભા સીટો પર 12 નવેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા ચરણમાં 72 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન યોજાશે.

આ પણ વાંચોઃ 'ઘોષણાપત્ર 2019' માટે કોંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, 16 ભાષાઓમાં માંગ્યા સૂચનોઆ પણ વાંચોઃ 'ઘોષણાપત્ર 2019' માટે કોંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, 16 ભાષાઓમાં માંગ્યા સૂચનો

English summary
Doordarshan crew attacked by Naxals in Dantewada, Cameraman died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X