દૂરદર્શન પર આજથી રોજ ટેલીકાસ્ટ થશે PoK, ગિલગિટ-બાલ્ટીસ્તાનનો વેધર રિપોર્ટ
ભારતે કોરોના વાયરસ મહામારી વચ્ચે જ પાકિસ્તાનને વધુ એક મોટો જખમ આપવાની તૈયારી કરી લીધી છે. સરકારી ચેનલ દૂરદર્શન પર આજે સાંજથી રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે અને નૉર્ધન એરિયાઝનો વેધર રિપોર્ટ બતાવવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે ભારત સરકાર આમ કરીને રોજ પાકિસ્તાનને એક સંદેશ આપવા ઈચ્છે છે કે એ વિસ્તારમાં પર ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતના હવામાન વિભાગે પહેલી વાર ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ પોતાના બુલેટિનમાં આપ્યો છે.

PoKના મીરપુર અને મુઝફ્ફરાબાદનુ હવામાન
ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે દૂરદર્શન નેશનલ, ડીડી ન્યૂઝ, ઑલ ઈન્ડિયા રેડિયો અને કાશ્મીર ચેનલ્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે દેશના બીજા ભાગો સાથે આ વિસ્તારોને પણ રોજના હવામાન બુલેટિનમાં શામેલ કરવામાં આવે. કાશ્મીર ચેનલ દૂરદર્શનનો જ ભાગ છે અને જમ્મુ કાશ્મીરથી તેનુ પ્રસારણ થાય છે. દૂરદર્શન શુક્રવારથી પીઓકેના મીરપુર અને મુઝફ્ફરાબાદ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના હવામાનની ભવિષ્યવાણી કરશે. એક સરકારી અધિકારી તરફથી કહેવામાં આવ્યુ છે કે આ નિર્ણયથી ઈમરાન ખાન સરકાર અને તેમના સમર્થકોને નિરંતર એક સંદેશ આપવામાં આવશે કે પાકિસ્તાનનુ કોઈ પણ પગલુ તેના ગેરકાયદે કબ્જાને યોગ્ય નહિ ગણાવી શકે.

ભારતે આપ્યો સંદેશ, તરત ખાલી કરો ગિલગિટ
ચાર મેના રોજ વિદેશ મંત્રાલય તરફથી પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ રાજનાયિકને ડેમાર્શ જારી કરવામાં આવ્યુ હતુ. પાકને કોર્ટ તરફથી ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આવેલા એક આદેશ બાદ ભારતે પાકને સ્પષ્ટ કરી દીધુ કે તેણે તરત જ એ ભાગ છોડી દેવો જોઈએ. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધુ છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનુ આખુ ક્ષેત્ર જેમાં ગિલગિટ-બાલ્ટિસ્ટાનનો હિસ્સો પણ આવે છે, તે ભારતનો આંતરિક ભાગ છે અને ભારત પાસે આના પર અખંડનીય અને કાયદાકીય અધિગ્રહણનો અધિકાર છે. પાક સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કાર્યવાહક સરકાર માટે નવેસરથી ચૂંટણી કરાવવામાં આવે.

વર્ષ 2009માં બદલાઈ ગયા નૉર્ધન એરિયાના નામ
પાકિસ્તાને વર્ષ 2009ાં પહેલી વાર ગિલગિટ-બાલ્ટિસ્તાનની સ્થિતિમાં ફેરફાર કરવાનુ શરૂ કરી દીધુ હતા. એ સમયે પાક સરકાર તરફથી ગિલગિટ-બાલ્ટિસ્તાન એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ગવર્નન્સ ઑર્ડર લાવવામાં આવ્યો હતો. આ વર્ષે તેનુ નામ નૉર્ધન એરિયાઝ બદલીને ગિલગિટ-બાલ્ટિસ્તાન કરી દેવામાં આવ્યુ હતુ. ભારત તરફથી પાકિસ્તાનને એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે આ મુદ્દે ભારતની સ્થિતિ વર્ષ 1994માં સંસદમાં પાસ થયેલ પ્રસ્તાવમાં જોવા મળી હતી જેને સર્વસંમતિથી પાસ કરવામાં આવી હતી. પાક કે તેની ન્યાયપાલિકા પાસે કોઈ અધિકાર નથી કે તે આના પર ગેર કાયદેસર અને બળજબરીથી કબ્જો કરે.

ઈમરાન સરકાર કરી રહી છે પાંચમો પ્રાંત બનાવવાની કોશિશ
વર્ષ 2018માં પાકિસ્તાનની ઈમરાન સરકાર એક આદેશ લઈને આવી હતી. આ આદેશમાં વર્ષ 2009ના આદેશને હટાવી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આ આદેશનો હવાલો આપીને ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા હતા. આ આદેશમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન પાસે પોતાની પ્રાંતીય સરકાર હોવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સરકારનુ નિયંત્રણ સત્તાધારી પ્રધાનમંત્રી પાસે હશે. 16 માર્ચ 2017ના રોજ ભારતના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ હતુ, 1947માં જમ્મુ કાશ્મીરનુ ભારતમાં વિલય થઈ ગયુ હતુ. આ હંમેશા ભારતનુ અભિન્ન અંગ રહ્યુ છે અને હંમેશા રહેશે. જમ્મુ કાશ્મીરના અમુક વિસ્તારો પાકિસ્તાનના ગેરકાયદે કબ્જામાં છે. એ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની એકતરફી હેરાફેરી ગેરકાયદે છે અને તેને બિલકુલ સહન કરવામાં નહિ આવે.
આ પણ વાંચોઃ વિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ બીજી વાર લીક થયો ઝેરી ગેસ, હેલ્પલાઈન નંબર જારી