For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર હોસ્ટેસની મૌત મામલે દહેજ ઉત્પીડનનો કેસ નોંધાયો

રાજધાની દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં ઘરના ત્રીજા માળેથી પડીને એક એર હોસ્ટેસની મૌત થઇ ચુકી છે. મહિલાના પતિ ઘ્વારા આત્મહત્યા વિશેનો દાવો કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં ઘરના ત્રીજા માળેથી પડીને એક એર હોસ્ટેસની મૌત થઇ ચુકી છે. મહિલાના પતિ ઘ્વારા આત્મહત્યા વિશેનો દાવો કરવામાં આવ્યો છે. જયારે મહિલાના પરિવારે પોતાના દામાદ પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે અને તેને એક હત્યા ગણાવી છે. ત્યારપછી આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ મામલો નોંધી લેવામાં આવ્યો છે. આ મામલે હજુ સુધી કોઈ પણ ધરપકડ નથી કરવામાં આવી.

આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ મામલો નોંધવામાં આવ્યો

આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ મામલો નોંધવામાં આવ્યો

આ મામલે ડીસીપી રોમીન બાનિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતના પરિવારની ફરિયાદ પર આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ બંનેના લગ્ન થયે બે વર્ષ કરતા થોડો વધારે સમય થયો હતો. પોલીસ એક મજુરની પણ પૂછપરછ કરી રહી છે જેને આ ઘટના જોયાનો દાવો કર્યો છે.

પરિવારનો દાવો, દહેજ માટે ઉત્પીડન

પરિવારનો દાવો, દહેજ માટે ઉત્પીડન

પરિવાર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે લગ્ન પછી જયારે અનિશયા હનીમૂન માટે દુબઇ ગયી ત્યારે મયંકે હોટેલમાં જ તેની સાથે મારપીટ શરુ કરી દીધી. તેના અંગે અનિશયા ના પિતા ઘ્વારા 27 જૂને દિલ્હીના હૌજખાસ પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરીની ચિંતા વ્યક્ત કરતા ફરિયાદ નોંધાવી હતી. અનિશયા ના પિતા રિટાયર્ડ આર્મી ચીફ છે.

લુફથાન્સા એરલાઈન્સમાં કામ કરતી હતી અનિશયા

લુફથાન્સા એરલાઈન્સમાં કામ કરતી હતી અનિશયા

આપણે જણાવી દઈએ કે રાજધાની દિલ્હીના પોર્શ વિસ્તાર હૌજખાસમાં 39 વર્ષની એક એર હોસ્ટેસની મૌત થઇ ચુકી છે. તે લુફથાન્સા એરલાઈન્સમાં કામ કરતી હતી અને તેનું નામ અનિશયા જણાવવામાં આવી રહ્યું છે. પતિ ઘ્વારા આત્મહત્યા વિશેનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ મુજબ અનિશયા ઘ્વારા પતિ મયંકને લગભગ 4 વાગ્યે મેસેજ કરવામાં આવ્યો હતો જેમાં કહ્યું હતું કે તે મોટું પગલું ભરવા જઈ રહી છે.

English summary
Dowry death case filed after airhostess jumps from terrace in delhi, investigation on
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X