
દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદ માટે આજે દાખલ કરશે નામાંકન, પીએમ મોદી રહેશે હાજર
નવી દિલ્લીઃ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનુ નામાંકન દાખલ કરશે. બપોરે 12 વાગે દ્રૌપદી મુર્મૂ સંસદ ભવનમાં નામાંકન કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. પ્રહ્લાદ જોશીએ દ્રૌપદી મુર્મૂના નામાંકન માટે પ્રસ્તાવક અને સમર્થક તરીકે નામાંકનના કાગળો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યુ કે આ મારુ સૌભાગ્ય છે કે મને ભારતની જનજાતીય સમાજની દેશની પહેલી મહિલા અને દેશની બીજા મહિલા દ્વૌપદી મુર્મુના નામાંકન માટે પ્રથમ સમર્થક બનવાનુ સૌભાગ્ય મળ્યુ.
તમને જણાવી દઈએ કે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુરુવારે ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી દિલ્હી પહોંચ્યા હતા. અહીં પહોંચીને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મુર્મુ આજે પોતાનું નામાંકન દાખલ કરશે. રાષ્ટ્રપતિ પદ માટે તેમનો સામનો વિપક્ષના સામાન્ય ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા સાથે થશે. ભુવનેશ્વરથી દિલ્હી પહોંચતા જ મુર્મુનુ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, અર્જુન રામ મેઘવાલ અને ડૉ. વીરેન્દ્ર કુમાર અને ભાજપ નેતા મનોજ તિવારીએ સ્વાગત કર્યુ હતુ. આ પછી તેઓ પીએમ મોદીને તેમના ઘરે મળવા ગયા હતા. બેઠક બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ, 'એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમના રાષ્ટ્રપતિ પદ માટેના નોમિનેશનની સમગ્ર દેશમાં સમાજના તમામ વર્ગોએ પ્રશંસા કરી છે. જમીની સમસ્યાઓ અને ભારતના વિકાસ અંગેની તેમની સમજ ઉત્તમ છે.'
કેન્દ્રમાં સત્તારૂઢ NDA પાસે હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 5,26,420 મત છે. મુર્મુને જીતવા માટે 5,39,420 મતોની જરૂર છે. હવે જો આપણે ચૂંટણીના સમીકરણો પર નજર કરીએ તો મુર્મુને ઓરિસ્સાથી આવવાને કારણે બીજુ જનતા દળ (BJD)નુ સીધુ સમર્થન મળી રહ્યુ છે. એટલે કે બીજેડીના 31000 વોટ પણ તેમના પક્ષમાં જશે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દ્રૌપદી મુર્મુને પહેલેથી જ સમર્થન આપી દીધુ છે. આ સિવાય જો YSR કોંગ્રેસ પણ સાથે આવશે તો તેમની સાથે 43000 વોટ પણ હશે. આ સિવાય આદિવાસીઓના નામે રાજનીતિ કરી રહેલા ઝારખંડ મુક્તિ મોરચા માટે મુર્મુનો વિરોધ કરવો મુશ્કેલ છે. જો JMM દબાણમાં આવશે તો મુર્મુને લગભગ 20000 વધુ વોટ મળશે.
દ્રૌપદી મુર્મુની સામે યશવંત સિંહા ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. સર્વસંમત વિપક્ષી ઉમેદવાર હોવા છતાં તેમની પાસે હાલમાં 3,70,709 મત છે. એનડીએ દ્વારા આદિવાસી મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા બાદ વિપક્ષમાં એકતા જળવાઈ રહે છે કે કેમ તે જોવુ રસપ્રદ રહેશે. એનસીપીના વડા શરદ પવારના જણાવ્યા મુજબ વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા 27 જૂને ઉમેદવારી નોંધાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે નોમિનેશન ફાઈલ કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લી તારીખ 29 જૂન છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi meets NDA's Presidential candidate Droupadi Murmu. She will file her nomination tomorrow, June 24th.
— ANI (@ANI) June 23, 2022
(Source: PMO) pic.twitter.com/FuiHbNEBbf