ચીન સાથે તણાવ વચ્ચે પિનાક મિસાઈલ સિસ્ટમ બનાવવા ભારતની તૈયારી
નવી દિલ્હીઃ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ ચીન સાથે પૂર્વી લદ્દાખમા લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પ ચાલી રહેલા ટકરાવ વચ્ચે મોટા પાયે પિનાક રોકેટ્સ, લૉન્ચર્સ અને તેની સાથે જોડાયેલા ઉપકરણોના ઉત્પાદનની તૈયારી કરી લીધી છે. શુક્રવારથી ડીઆરડીઓએ આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે જે અંતર્ગત પિનાક માટે જરૂરી ઉપકરણોનું ઉત્પાદન થશે. અધિકારીઓ તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે.
ડીઆરડીઓના અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યું કે પિનાક રોકેટ સિસ્ટમ્સના મોટા પાયે ઉત્પાદન માટે જરૂરી તમામ જાણકારી ડાયરેટોરેટ જનરલ ઑફ ક્વૉલિટી એશ્યોરેન્સને (DGQA) સોંપી દેવામાં આવી છે. ડીજીક્યૂએ જ રક્ષા ઉપકરણોના સ્તર અને ગુણવત્તા માપદંડો સુનિશ્ચિત કરે છે. રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'આજે એક મીલનો પથ્થર હાંસલ કરી લેવામાં આવ્યો જ્યારે પિનાક વેપન સિસ્ટમની ઑથોરિટી હોલ્ડિંગ સીલ્ડ પર્ટિક્યુલર્સની જવાબદારી ડીઆરડીઓએ ડીજીક્યૂએને સોંપી દીધી.' એએચએસપી એ ઑથોરિટી છે જે મહત્વના રક્ષા ઉત્પાદનો માટે જરૂરી ડેટા એકઠી કરે છે.
માત્ર 44 સેકન્ડ્સમાં 12 રોકેટ્સ
પિનાક વેપન સિસ્ટમ એક ફ્રી ફ્લાઈટ આર્ટિલરી રોકેટ સિસ્ટમ છે જેની રેંજ 37.5 કિમી છે. પિનાક રોકેટ્સને મલ્ટી- બેરલ રોકેટ લોન્ચર સાથે લોન્ચ કરવામાં આવે છે. લોન્ચર બસ 44 સેકન્ડ્સમાં 12 રોકેટ દાગી દે છે. જેનું નામ ભગવાન શિવના ધનુષ 'પિનાક' ના નામથી પ્રેરિત છે. આ મિસાઈલ સિસ્ટમને ચીન અને પાકિસ્તાન નજીકની સીમાઓ પર તહેનાત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. આ વેપન સિસ્ટમને પુણે સ્થિત ડીઆરડીઓ લેબ, અર્મામેંટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટૈબ્લિશમેન્ટ તરફથી ડેવલપ કરવી શરૂ કરી દેવામાં આવી છે. 1990ના આખરી સમયમાં પિનાક માર્ક-1નું સફળ ટેસ્ટિંગ થયું હતું. ભારતે 1999માં કારગિલ સંઘર્ષ દરમ્યાન પણ સફળતાપૂર્વક પિનાક સિસ્ટમનો યૂઝ કર્યો હતો.