મહિલાનો વિશ્વાસ જીતીને ડ્રાઈવરે બનાવ્યો ન્હાતો અશ્લીલ વીડિયો અને પછી...
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં કાર ડ્રાઈવર દ્વારા પોતાની જ માલકિનનો અશ્લીલ વીડિયો બનાવવા અને બ્લેકમેલ કરવાનો એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે. પીડિત મહિલાઓ હવે એસએસપીને આ સમગ્ર કેસની ફરિયાદ કરી છે. પીડિત મહિલાની ફરિયાદ પર એસએસપીએ મઝોલા પોલિસ સ્ટેશનમાં કેસની તપાસના આદેશ આપ્યા હતા, કેસ સાચો હોવા પર ડ્રાઈવર સહિત પાંચ લોકો સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ લોકોમાં એક પ્રોપર્ટી ડીલર પણ શામેલ છે.

શું છે કેસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ પીડિત મહિલા નાગફની પોલિસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. પીડિત મહિલાઓ પોલિસને જણાવ્યુ કે તેના પતિની ષડયંત્રના કારણે 2009માં હત્યા કરી દેવામાં આવી હતી. પતિના મોત બાદ પીડિતા લાંબા સમય સુધી શોકમાં રહી હતી. અને કરોડોની સંપત્તિ સંભાળનાર ઘરમાં કોઈ પુરુષ નહોતો. આ દરમિયાન પાકબડાના ડુંગરપુર રોડ નિવાસી અરશદે તેના ઘરે અવરજવર શરૂ કરી.

પહેલા જીત્યો ભરોસો, પછી બનાવ્યો વીડિયો
અરશદે મહિલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને વિશ્વાસ જીતવાનુ શરૂ કરી દીધુ. તેનો ભરોસો જોઈને મહિલાએ તેને પોતાની ગાડીનો ડ્રાઈવર રાખી લીધો. પહેલા તો અરશદ કામ ખતમ થયા બાદ સાંજે ઘરે જતો રહેતો હતો બાદમાં બહાનાથી મહિલાના ઘરે રોકાવા લાગ્યો. મહિલાએ જણાવ્યુ કે ચોવીસ કલાક સાથે રહેવાને કારણે અરશદ પર ધીરે ધીરે ભરોસો થઈ ગયો હતો. આરોપ છે કે અરશદે બાથરૂમમાં નહાતી વખતે અને કપડા વગેરે બદલતી વખતે તેના અશ્લી વીડિયો બનાવી લીધા.
આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણમાં આત્મહત્યા કરેલ ખેડૂત પરિવારોને પણ આમંત્રણ

વીડિયોને સાર્વજનિક કરવાની ધમકી આપીને વસૂલ્યા એક કરોડ
અરશદેઆ વીડિયોને સાર્વજનિક કરવાની ધમકી આપીને માલકિનને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યુ. આ રીતે માલકિનને બ્લેકમેલ કરીને અરશદે અત્યાર સુધી જમીન સાથે લગભગ એક કરોડ રૂપિયા વસૂલી લીધા હતા.સતત બ્લેકમેઈલિંગથી હેરાન મહિલાએ એસએસપી અમિત પાઠક પાસે ન્યાયની માંગણી કરી હતી.

એસએસપી અમિત પાઠકે કરી કાર્યવાહી
એસએસપીએ કેસની તપાસ એસએસપી આદિત્ય લાંગ્હે પાસે કરાવી. કેસ સાચો હોવા પર મઝોલા પોલિસ સ્ટેશનમાં પાકબડા નિવાસી અરશદ, જુલ્ફિકાર ઉલ્લાહ, જફરુલ્લાહ નિવાસીગણ અસાલતપુરા પોલિસ સ્ટેશન ગલશહીદ, હારુન નિવાસી ટ્રાન્પોર્ટ નગર અને નાસિર સામે ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો. એસએસપી અમિત પાઠકે જણાવ્યુ કે મઝોલા પોલિસે આરોપીઓન ધરપકડના આદેશ આપ્યા છે. ટૂંક સમયમાં તેમને જેલ ભેગા કરવામાં આવશે.