ડ્રગ્સ કેસઃ કોર્ટે ભારતી- હર્ષને 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
નવી દિલ્હીઃ સુશાંત રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદથી એનસીબી પણ આ મામલે તપાસ કરી રહી છે. જે બાદ બૉલીવુડના ડ્રગ્સ રેકેટનો પણ ભાંડાફોડ થયો. હવે ધીરે ધીરે મોટા સ્ટાર્સ એનસીબીની પકડમાં આવી રહ્યા છે. શનિવારે એનસીબીની એક ટીમે કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બચિયાના ઘરે દરોડા પાડ્યા હતા. જે બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી. હવે કોર્ટે એનસીબીના નિવેદન પર હર્ષ અને ભારતીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
જણાવી દઈએ કે દરોડા દરમ્યાન ભારતના ઘરથી ગાંજો પણ મળી આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીએ ગાંજો લીધો હોવાની વાત સ્વીકારી લીધી છે. જે બાદ એનસીબીએ બંનેની ધરપકડ કરી રવિવારે કિલા કોર્ટમાં હાજર કર્યા. આ દરમ્યાન કોર્ટે સુનાવણી કરતાં બંનેને 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જો કે ભારતી અને હર્ષે જામીન અરજી કરી છે, જેના પર સોમવારે સુનાવણી થશે.
ભારતી સિંહની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મંત્રીએ કર્યો બચાવ