For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલંધરમા દારૂડિયાનો હંગામો, જાગરણમાં પવિત્ર જ્યોતિ ઓલવવાની કોશિશ કરી!

પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને લઈને છેલ્લા કેટલાક સમયથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. પહેલા હત્યા અને ત્યારબાદ હવે દારૂડિયાઓ લોકોને ત્રાસ આપી રહ્યા છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને લઈને છેલ્લા કેટલાક સમયથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. પહેલા હત્યા અને ત્યારબાદ હવે દારૂડિયાઓ લોકોને ત્રાસ આપી રહ્યા છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.

Drunkards

મળતી વિગતો અનુસાર, જલંધરના શહીદ બાબુ લાભ સિંહ નગરમાં રવિવારે માતાજીના જાગરણ દરમિયાન નશામાં ધૂત કેટલાક લોકોએ હંગામો કર્યો હતો. વાત માત્ર હંગામાથી અટકી ન હતી, દારૂડિયાઓએ કૃપાણ અને અન્ય હથિયારો સાથે જાગરણની પવિત્ર જ્યોતને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના જમાવ્યા અનુસાર, આ દારૂડિયાઓએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને વિરોધ કરવા પર લોકોએ મારપીટ પણ કરી હતી.

રિપોર્ટ અનુસાર, આ મારપીટમાં કેટલીક મહિલાઓને ઈજા થઈ છે. બબાલ થયા બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ બાબતે વાત કરતા સ્થાનિક લોકોએ જણાવ્યુ કે, કેટલાક બદમાશો કૃપાણ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ભજન-કીર્તનની વચ્ચે હંગામો મચાવ્યો હતો. આ દારૂડિયાએ ત્યાં હાજર લોકો પર પણ હુમલો કર્યો. સદનસીબે કોઈ જાન જાનહાનિ થઈ નથી પરંતુ કેટલીક મહિલાઓને ઈજા થઈ છે. નશામાં ધૂત આ યુવકોએ માતાની પવિત્ર જ્યોત પર કૃપાણ પણ ફેંક્યા હતા. જે બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આખરે પોલીસે આવીને જાગરણ ફરી શરૂ કરાવ્યુ હતુ અને આરોપીઓને પકડવાની બાહેધરી આપી હતી.

English summary
Drunkards in Jalandhar tried to extinguish the holy flame in the vigil!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X