For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: દારૂ પીને પોલીસવાળા એ કર્યો જોરદાર હંગામો

વિનોદ કુમાર ગૌતમ નામનો પોલીસકર્મી દારૂના નશામાં ચૂર થઈને બોબી ફિલ્મનું ગીત "જૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે ડરિયો" ગાઈ ને જિલ્લા હોસ્પિટલ માં જોરદાર નૌટંકી કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશ માં અતિ સંવેદન શીલ જનપદ ની લિસ્ટમાં માઉ જનપદ આવે છે. ફેસ્ટવને ધ્યાનમાં રાખીને હાલમાં સુરક્ષા વ્યવ્યસ્થા માટે ધારા 144 લગાવવા માં આવી છે. તેવામાં વિનોદ કુમાર ગૌતમ નામનો પોલીસકર્મી દારૂના નશામાં ચૂર થઈને બોબી ફિલ્મનું ગીત "જૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે ડરિયો" ગાઈ ને જિલ્લા હોસ્પિટલ માં જોરદાર નૌટંકી કરી છે.

video viral

યુપી પોલીસ કર્મચારીની આ નૌટંકી હોસ્પિટલમાં મોડી રાત સુધી ચાલી હતી. જ્યારે આ ઘટનાની સૂચના પોલીસને મળી ત્યારે તેમને હોસ્પિટલ પહોંચીને શરાબી પોલીસકર્મીનો મેડિકલ કરાવ્યો. પરંતુ શરાબી પોલીસકર્મી વિનોદ કુમાર ગૌતમે બીજા પોલીસકર્મીઓને ખુબ જ પરેશાન કર્યા. ત્યારે બીજા પોલીસકર્મીઓ શરાબી પોલીસકર્મીને જબરજસ્તી લઇ જવા લાગ્યા ત્યારે નશામાં ચૂર પોલીસકર્મી બરાબર ચાલી પણ શક્યો નહીં અને પડી ગયો. તેમ છતાં પણ બીજા પોલીસકર્મીઓ તેને ગાડીમાં બેસાડીને લઈને ગયા. તમે આ ફૂટેઝમાં જોઈ શકો છો કે કઈ રીતે નશામાં ચૂર સિપાહી નૌટંકી કરી રહ્યો છે. આ મામલે બીજેપી નેતા ઘ્વારા તર્ક વગરનું નિવેદન આપવામાં આવ્યું કે ઉત્તરપ્રદેશ માં દારૂબંધી નથી એટલા માટે તે પોલીસવાળા એ દારૂ પીધો તેમાં કઈ પણ ખોટું નથી.

ધ્યાન આપવા જેવી બાબત છે કે હોળીના તહેવારને સારી રીતે પૂરો કરવા માટે યોગી સરકાર ઘ્વારા પોલીસ પ્રશાશનને નિર્દેશ આપવામાં આવ્યો છે. પરંતુ અતિ સંવેદનશીલ માઉ જેવા જિલ્લામાં પોલીસકર્મી તહેવાર કરાવવાને બદલે નશામાં ચૂર થઇ નૌટંકી કરે છે અને તેને રોકવાને બદલે બીજેપી સરકાર આવા પોલીસકર્મીઓના પક્ષમાં તર્ક વગરના નિવેદન આપે છે. હવે જોવાનું છે કે આવા બીજેપી નેતા અને પોલીસકર્મી વિરુદ્ધ યોગી સરકાર કેવા પગલાં લે છે.

English summary
Drunken Policeman ruckus hospital mau
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X