• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલા કર્યુ અનનેચરલ સેક્સ અને પછી છોડ્યુ કૂતરું

|

ગાજિયાબાદ, 16 મેઃ ગાજિયાબાદમાં એક યુવતી સાથે મિત્રતા રાખવા બદલ દિલ્હી વિશ્વવિદ્યાલય(ડીયુ)ના એક વિદ્યાર્થી સાથે અપ્રાકૃતિક સેક્સ કરવામાં આવ્યું અને તેની પાછળ કૂતરાં છોડી દેવામાં આવ્યા. આ જાણકારી પોલીસે ગુરુવારે આપી છે. આ વચ્ચે, યુવકને કથિત રીતે પ્રતાડિત કરનારા યુવતીના પિતા રાજેશ મવીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના સાથીદારોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

ગાજિયાબાદ પોલીસે આપેલી માહિતી અનુસાર આ ઘટના બુધવારે થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, પીડિત રોબિન કસાનાની તેની સાથે અભ્યાસ કરતી યુવતી સાથે મિત્રતા હતી. બન્ને એક ગ્રામીણ ક્ષેત્રના રહેવાસી હતા, પરંતુ જ્યારે તેમની મિત્રતાની જાણ આ વિસ્તારના પ્રભાવશાળી અને અમિર વ્યક્તિ રાજેશને થઇ તો તેમણે રોબિનનું અપહરણ કરવા માટે ચાર લોકોને મોકલ્યા હતા.

રોબિનને રાજેસના તિલા-શાહબાજપુર સ્થિત ફાર્મહાઉસ લઇ જવામાં આવ્યો અને તેમાના એક વ્યક્તિએ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ સંબંધ બાંધ્યા તથા તેની પાછળ કૂતરાં છોડી દીધા તથા તેને પહોંચેલી ઇજા પર મરચું અને મીઠું ભભરાવવામાં આવ્યું હતું. આરોપીએ ત્યારબાદ એક ફેક ફેસબુક પેજ થકી અશ્લિલ તસવીરો પણ પોસ્ટ કરી હતી.

જ્યારે આ વાતની જાણકારી રોબિનના પરિવારજનોને થઇ તો તેઓ રાજેશના ફાર્મહાઉસ પર પહોંચ્યા અને તેમણે તેમના પુત્રને છોડાવ્યો પરંતુ તેમને ખરાબ પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી પણ આપી. જો કે ધમકી આપવામાં આવી હોવા છતાં પણ તે લોકોએ પોલીસ મથકે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિક્ષક જગદીશ શર્માએ કહ્યું કે, અમે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને અન્ય લોકોને પકડવા માટે શોધખોળ કરાવી રહ્યાં છીએ.

English summary
A 24 year old Delhi University student from Ghaziabad has alleged that some influential people, who happen to be the relatives of his friend (a woman), abducted and had unnatural sex with him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X