For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''દુબઇના માફિયાએ કરી હતી સુનંદા પુષ્કરની હત્યા''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જુલાઇ: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે પૂર્વ કેન્દ્રિય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની હત્યા થઇ હતી. દુબઇના માફિયાએ સુનંદા પુષ્કરની હત્યા કરી હતી, જેથી તે આઇપીએલ સાથે જોડાયેલા હવાલા બિઝનેસ સંબંધમાં સાર્વજનિક ખુલાસો ન કરે.

ઇન્ડિયા ટીવીના કાર્યક્રમ આપ કી અદાલતમાં સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું કે સુનંદા પુષ્કરે 17 જુલાઇના રોજ સાંજે 4.30 વાગે પ્રેસ ક્રોંફ્રેસ બોલાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 17 જુલાઇના રોજ સુનંદા પુષ્કર દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં મૃત અવસ્થામાં મળી આવી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે સુનંદા પુષ્કરે કેટલાક પત્રકારોને બોલાવ્યા હતા કે તે આઇપીએલમાં હવાલા બિઝનેસ અને આઇપીએલમાં રોબર્ટ વાઢેરાની ભૂમિકાને લઇને ખુલાસો કરવાની છે. સુનંદા પુષ્કર તે લોકોના નામોનો પણ ખુલાસો કરવાની હતી જે ઇરાક તાનાશાહ સદ્દામ હુસૈનને ઓયલ ફોર ફૂડ સ્કેમમાં સામેલ હતા.

નોકર સવારે રૂમમાં ગયો હતો

નોકર સવારે રૂમમાં ગયો હતો

કાર્યક્રમ દરમિયાન જ્યારે સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે શું તમારી પાસે કોઇ પુરાવા છે તો તેમણે હા કહ્યું. પોલીસે પણ એક બે પત્રકારોના નિવેદનો નોંધ્યા છે. સુનંદા પુષ્કરના નોકર નારાયણે પોલીસને જણાવ્યું હતું કે તે સવારે 6 વાગે અને 7.30 વાગે સુનંદા પુષ્કરના રૂમમાં ગયો હતો.

એઆઇસીસીના અધિવેશનમાં નિકળ્યા શશિ થરૂર

એઆઇસીસીના અધિવેશનમાં નિકળ્યા શશિ થરૂર

તે સમયે શશિ થરૂર એમ કહેતાં રૂમમાંથી નિકળ્યા હતા કે તેમણે એઆઇસીસીના અધિવેશનમાં ભાગ લેવા માટે તાલકટોરા સ્ટેડિયમ જવું છે. એઆઇસીસીનું અધિવેશન 10 વાગે શરૂ થવાનું હતું. નારાયણ કેરલનો રહેવાસી છે.

ડ્રાઇવર અજ્ઞાત વ્યક્તિ સાથે રૂમમાં પ્રવેશ્યો

ડ્રાઇવર અજ્ઞાત વ્યક્તિ સાથે રૂમમાં પ્રવેશ્યો

નારાયણના અનુસાર સવારે 10 વાગે ડ્રાઇવર એક અજ્ઞાત વ્યક્તિની સાથે હોટલના રૂમમાં આવ્યો હતો. તે સમયે હોટલના ત્રીજા માટે લાગેલો સીસીટીવી કેમેરો કામ કરતો ન હતો. અન્ય માળ પર લાગેલા સીસીટીવી કેમેરા કામ કરી રહ્યાં હતા. આ બધુ તપાસનો વિષય છે.

સુનંદા કેસની તપાસ એસઆઇટી પાસે કરાવવાની માંગણી

સુનંદા કેસની તપાસ એસઆઇટી પાસે કરાવવાની માંગણી

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે તેમણે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સુનંદા પુષ્કરના મોતના કેસની તપાસ એસઆઇટી પાસે કરાવવા માટે કહ્યું છે. કેસની તપાસ સીબીઆઇ, રૉ અને ઇડી પાસે પણ કરાવવી જોઇએ કારણ કે કેસ વેપાર અને આંતરરાષ્ટ્રીય ટેલિફોન કોલ સાથે સંકળાયેલ છે.

મોતના 24 કલાકમાં અંતિમ સંસ્કાર

મોતના 24 કલાકમાં અંતિમ સંસ્કાર

સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે સુનંદા પુષ્કરના અંતિમ સંસ્કાર મોતના 24 કલાકમાં કરી દેવામાં આવ્યા. આ કેસમાં સામાન્યતયા લાશને મોર્ચરી પર રાખવામાં આવે છે. જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે સુનંદા પુષ્કરને શરીરને સુરક્ષિત રાખવામાં આવ્યા હતું તો તેમણે કહ્યું કે શરીરથી ફક્ત પદાર્થોની હાજરીની ખબર પડે છે. લાશ પર સ્પષ્ટ રૂપે ઇજાના નિશાન હતા જે ઓટોપ્સીના વિડીયોમં જોઇ શકાય છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મોતના છ મહિના બાદ પણ પોલીસ એ નિર્ણય લઇ શકી નથી કે કયા પ્રકારની એફઆરઆઇ દાખલ કરવામાં આવે.

સુનંદાની પહેલાં તિરૂઅનંતપુરમના ક્લિનિકમાં થઇ હતી મેડિકલ તપાસ

સુનંદાની પહેલાં તિરૂઅનંતપુરમના ક્લિનિકમાં થઇ હતી મેડિકલ તપાસ

સુબ્રમણ્યમ સ્વામીના અનુસાર દિલ્હી આવતાં પહેલાં સુનંદા પુષ્કરની તિરૂઅનંતપુરમના ક્લિનિકમાં મેડિકલ તપાસ થઇ હતી. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે તે ના તો ઉંઘની ગોળીઓ લેતી હતી ના તો અન્ય દવાઓ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે યૂએસમાં મેડિકલ તપાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ન્યૂયોર્કના 66મા સ્ટ્રીટ ફિફ્થ એવન્યૂના એપાર્ટમેન્ટમાં રોકાઇ હતી, જે શશિ થરૂર અને દુબઇના દારૂના વેપારી કલાથામ્બીનો છે.

English summary
BJP leader Dr Subramanian Swamy has alleged that the late Sunanda Pushkar, wife of Congress MP Shashi Tharoor, was killed by, what he called, “Dubai mafia” to stop her from making public revelations relating to IPL money laundering.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X