એર ઈન્ડિયા પર દૂબઈએ લગાવી રોક, બે વાર કોરોના સંક્રમિત દર્દીઓને ફ્લાઈટમાં બેસાડ્યા
નવી દિલ્લીઃ દૂબઈ એરપોર્ટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને 15 દિવસ માટે અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બે વાર કોરોના વાયરસ પૉઝિટીવ મુસાફરોને બેસાડવાના કારણે ફ્લાઈટ પર આ રોક 18 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી રહેશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે દૂબઈ લઈ ગયેલા કોરોના વાયરસ દર્દીઓની બધી મેડિકલ અને ક્વૉરંટાઈનના ખર્ચા પણ ઉઠાવવા પડશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પર આરોપ છે કે તપાસમાં રિપોર્ટ પૉઝિટીવ આવવા છતાં તેની ફ્લાઈટમાંથી બે વાર કોરોના વાયરસ પૉઝિટીવ મુસાફરોને યાત્રા કરાવવામાં આવી.
દૂબઈના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે કહ્યુ, 'તમને અમારા છેલ્લા પત્ર વિશે ખબર છે, જે 2 ડિસેમ્બરે એટલા માટે લખવામાં આવ્યો હતો કારણકે એક યાત્રીને કોરોના વાયરસ પૉઝિટીવ ટેસ્ટ હોવા છતાં પણ ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા જેણે ફ્લાઈટમાં બેઠેલા અન્ય યાત્રીઓના જીવનને પણ જોખમમાં મૂક્યા અને ખુદ પણ ગંભીર આરોગ્ય જોખમનુ કારણ બન્યા.' આમાં આગળ કહેવામાં આવ્યુ છે કે સંક્રમિત દર્દીઓને યાત્રા કરાવવી કોરોના વાયરસ મહામારી દરમિયાન દૂબઈથી આવતા જતા વિમાનોના હવાઈ યાત્રા સંબંધિત નિયમોનુ પણ ઉલ્લંઘન છે.
તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસનુ જોખમ હજુ પણ ઘટી નથી રહ્યુ. ભારતની વાત કરીએ તો અહીં રોજ રેકોર્ડ સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. સંક્રમણના કેસોની સંખ્યા હવે 52 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે અને 1174 દર્દીઓના મોત થયા છે. હવે કુલ પૉઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 52,14,678 થઈ ગઈ છે જેમાં 10,17,754 સક્રિય, 41,12,552 રિકવર કેસ અને 84,372 મોત શામેલ છે.
ભારતનો ચીનને સંદેશ, LACની સ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ ન કરવી