
નેહરૂના શાસનમાં ચીને અરૂણાચલ પ્રદેશમાં કબ્જો કરી બનાવ્યું ગામ, પેંટાગન રિપોર્ટમાં પ્રથમ પ્રતિક્રીયા
ભારતના અભિન્ન અંગ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરીને ભારતીય ધરતી પર ગામડાઓ બનાવવાના યુએસના અહેવાલ પર ભારતે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. ભારતીય સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ચીને ભારતની જમીન પર આજની તારીખે નહીં, પરંતુ તે સમયે કબજો કર્યો હતો જ્યારે ભારતમાં પંડિત નેહરુની સરકાર હતી. સમાચાર એજન્સી એએનઆઈએ ભારતીય સુરક્ષા એજન્સીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, જે ગામ બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે નેહરુના શાસનકાળ દરમિયાન જ બનાવવામાં આવ્યું હતું.

ચીને અરૂણાચલમાં ગામ બનાવ્યુ?
વાસ્તવમાં, ગયા અઠવાડિયે પેન્ટાગને ભારત-ચીન વિવાદને લઈને યુએસ સંસદમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં જમીન પર કબજો જમાવ્યો છે અને 100 ઘરો ધરાવતું ગામ ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. પેન્ટાગનના રિપોર્ટથી ભારતમાં ખળભળાટ મચી ગયો છે અને વિરોધ પક્ષો ભારત સરકારને સવાલો પૂછી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને ANIએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પેન્ટાગનના રિપોર્ટમાં અરુણાચલ પ્રદેશનો જે વિસ્તાર ગામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તેના પર 1959માં જ ચીને કબજો કરી લીધો હતો.

પેન્ટાગન રિપોર્ટનો જવાબ
ભારતીય સુરક્ષા સંસ્થાન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ એએનઆઈના એક અહેવાલમાં જણાવ્યું છે કે, જે વિસ્તાર પર કબજો કરવાનો દાવો કરવામાં આવે છે, તે પીપલ્સ લિબરેશન આર્મી, ચીની સેનાએ 1959માં આસામ રાઈફલ્સ પોસ્ટ પર કબજો કર્યા પછી કબજો કર્યો હતો. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને આપેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે ચીને 2020માં તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર અને ભારતના અરુણાચલ પ્રદેશ વચ્ચેના વિવાદિત વિસ્તારની અંદર 100 ઘરનું મોટું નાગરિક ગામ બનાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આ ગામ અરુણાચલ પ્રદેશના અપર સુબાનસિરી જિલ્લામાં વિવાદિત સરહદ પર આવેલું છે, જે ચીનના નિયંત્રણ હેઠળ છે.

1959માં કબ્જો હોવાનો દાવો
સમાચાર એજન્સી ANI ના સૂત્રોએ સ્પષ્ટતા કરી કે, "આ ગામ ચીન દ્વારા એવા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે કે જે 1959માં આસામ રાઈફલ્સની પોસ્ટ પર કબજો કર્યા પછી પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા કબજો કરવામાં આવ્યો હતો." સૂત્રોએ જણાવ્યું હતું કે, "વર્ષોથી તેઓએ આ વિસ્તારમાં આર્મી પોસ્ટ જાળવી રાખી છે અને ચીની દ્વારા કરવામાં આવેલ બાંધકામો અને આજે જેની વાત કરવામાં આવી રહી છે તે ટૂંકા ગાળામાં નહીં પણ ઘણા વર્ષોથી ચાલી રહી છે." યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના અહેવાલમાં શ્રેણીબદ્ધ સરહદ અથડામણો માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે જે જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં પરિણમ્યું હતું, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

વિવાદિત પ્રદેશ બનાવવાનો પ્રયાસ
યુએસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન હવે તે તમામ વિવાદિત હિસ્સાને બનાવવામાં સફળ રહ્યું છે, જે ભારતનો ભાગ છે. પેન્ટાગોનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "2020 માં, ચીને એલએસીના પૂર્વીય ક્ષેત્રમાં ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર અને ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશ વચ્ચેના વિવાદિત વિસ્તારની અંદર 100 ઘરનું મોટું નાગરિક ગામ બનાવ્યું છે." તેના અહેવાલમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન દ્વારા અરુણાચલમાં એક ગામ બનાવવાની ઘટનાએ ભારત સરકારને ગભરાટમાં મૂકી દીધી છે.

અરુણાચલમાં ગામ બનાવવાનો દાવો
અહેવાલમાં ચીનની સરકાર દ્વારા ત્સારી નદીના કિનારે વિવાદિત વિસ્તારમાં ગયા વર્ષે અરુણાચલ પ્રદેશમાં એક નવા ગામનું નિર્માણ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતીય અધિકારીઓએ સરહદ પર પીએલએ દ્વારા આવી નવી વસાહતોને સંભવિત લશ્કરી ભૂમિકા સાથે 'દ્વિ હેતુ' ધરાવનાર તરીકે વર્ણવી છે.

મોટા ગામનું નિર્માણ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના અને ચીની આર્મી PLAએ તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર અને LACના પૂર્વ વિસ્તારમાં મોટા ગામડાઓ બનાવ્યા છે. આ ગામમાં 100 થી વધુ ગામડાઓ બનાવવામાં આવ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, "ભારત-ચીન સરહદ પર ચીન દ્વારા કરવામાં આવેલ માળખાકીય બાંધકામ અને બાંધકામના કામમાં સતત વધારો થવાથી ભારત સરકાર ગભરાઈ ગઈ છે".